પરિવારનો આક્ષેપ:વઢવાણ પોલીસમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ, PSIના ત્રાસથી ગુમ થયાનો આક્ષેપ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રણજીતસિંહ દીપસંગભાઈ સોલંકી અચાનક ગુમ થતા સમગ્ર પંથકમાં અને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. વઢવાણમા બે વર્ષથી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલ અચાનક પોતાનો મોબાઈલ છોડીને ચાલુ ફરજે ગુમ થતાં દોડધામ મચી જવાની સાથે પોલીસ ખુદ ગુમ પોલીસને ગોતવા નીકળી હોવાનો ઘાટ સર્જાવા પામ્યો છે. પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોએ વઢવાણના પીએસઆઈ પર માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો છે.

વઢવાણ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રણજીતસિંહ દીપસંગભાઈ સોલંકી અચાનક ગુમ થતાં પોલીસ બેડામાં દેકારો મચી જવા પામ્યો છે. જેમાં ગુમ કોન્સ્ટેબલ રણજીતસિંહ દીપસંગભાઈ સોલંકીનો પરિવાર સુરેન્દ્રનગર ડીએસપી કચેરીએ લેખિત ફરિયાદ કરી છે. જેમાં વઢવાણના પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ખોટી રીતે હેરાન કરતા હોવાનો સનસનીખેજ આરોપ ભોગ બનનારના પિતાએ કર્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર રણજીત ગઇકાલે સવારે ફરજ બજાવી રહ્યો હતો બાદમાં અચાનક ગુમ થઇ ગયો હતો. હાલમાં ગુમ થયેલા કોન્સ્ટેબલનો મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યો છે. ગુમ કોન્સ્ટેબલ રણજીતસિંહ દીપસંગભાઈ સોલંકીના પરિવારજનોએ વઢવાણ પીએસઆઈ ઉપર ભોગ બનનારને હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆત કરી હતી. જ્યારે એક યુવાન કોન્સ્ટેબલ ગુમ થતાં પરિવાર શોધખોળ કરી રહ્યો છે. જેમાં રહસ્યમય રીતે પોલીસ કોન્સ્ટેબલ ગુમ થતાં પોલીસ બેડામાં ચકચાર ફેલાઇ જવા પામી છે.

પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા
પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા
અન્ય સમાચારો પણ છે...