એકસાથે ત્રણને કાળ ભરખી ગયો:લીંબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે પિકઅપ વાન પલટી, બાળક સહિત ત્રણનાં ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં 108 મારફત લીંબડી હોસ્પિટલ ખસેડાઈ
  • ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક પિકઅપ વાન પલટી મારી જતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જેમાં બે પુરુષ અને એક આઠ વર્ષનું બાળક હતું. સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હોવાની ચર્ચા.
ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હોવાની ચર્ચા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે, જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેટતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ પર વેજલકા નજીક પિકઅપ વાન પલટી મારી જતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.

મૃતકોને પીએમ અર્થે ચૂડા હોસ્પિટલ ખસેડાયા.
મૃતકોને પીએમ અર્થે ચૂડા હોસ્પિટલ ખસેડાયા.

બે પુરુષ અને એક બાળક સહિત ત્રણનાં મોત
લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનામાં અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા તાકીદે લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ બોટાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં બે પુરુષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણનાં ઘટનાસ્થળે મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં પ્રાથમિક તપાસમાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અકસ્માતને પગલે લોકોનાં ટોળાં ઘટનાસ્થળે ભેગાં થયાં.
અકસ્માતને પગલે લોકોનાં ટોળાં ઘટનાસ્થળે ભેગાં થયાં.

ચૂડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ચૂડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ત્રણેય મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ચૂડા સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક મગન ડોડિયા, ધારી
મૃતક મગન ડોડિયા, ધારી

બગોદરા પાસે ટ્રક બંધ ના પડી હોત તો મારો ભાઈ જીવતો હોત.
અમદાવાદથી બાળભોગ ભરીને મારા ભાઈ મગન ડોડિયાની ટ્રક વઢવાણ જતી હતી. બગોદરા પાસે ટ્રક ખોટવાઈ બંધ પડી ગઈ. મારો ભાઈ મગન કારીગર વિશાલ જોતવાડિયાને લઈને ટ્રક રિપેર કરવા બગોદરા ગયો. ટ્રક રિપેર કરી બન્ને લીંબડી આવ્યા અને ત્યાંથી તેઓ કારમાં બેસી બોટાદ આવવા નીકળ્યા અને એજ કારનો અકસ્માત થયો મારો ભાઈ જીવથી ગયો. જો બગોદરા પાસે ટ્રક બંધ પડી ન હોત તો મારો ભાઈ જીવતો હોત. - હરેશ ડોડિયા, મૃતકના ભાઈ, ધારી

મૃતક વિનોદ પરમાર
મૃતક વિનોદ પરમાર

​​​​​​​પપ્પાને જોઈને ભૌમિકે ઘરે આવવાની જીદ પકડી
​​​​​​​મારા ભાઈ વિનોદભાઈ સુરેન્દ્રનગર સ્ટેશનરી ખરીદવા ગયા હતા. પુત્રને જોવા વિનોદભાઈ તેમના સાસરિયામાં ગયા. પપ્પાને જોઈને ભૌમિકે ઘરે આવવા જીદ પકડી ધમપછાડા કર્યા હતા. પુત્રની જીદ આગળ પિતાને ઝૂકવું પડ્યું અને ભૌમિકને સાથે લઈ તેઓ બોટાદ આવવા નીકળ્યા અને પછી અકસ્માત સર્જાયો મારા ભાઈ અને ભત્રીજાને અમે ખોઈ બેઠાં. - સુરેશ પરમાર, બોટાદ મૃતકના ભાઈ

મૃતક ભૌમિક પરમાર
મૃતક ભૌમિક પરમાર
અન્ય સમાચારો પણ છે...