સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે સર્કલ ખાતેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ નાની મોટી બોટલ નંગ- 25 કિ.રૂ.10,200/-તથા બીયરના ટીન નંગ-02 કિ.રૂ. 400/-તથા મોબાઇલ ફોન એક કિ.રૂ.5000/-મળી કુલ મળી કુલ કિ.રૂ. 15,600/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને લીંબડી પોલીસ પકડી પાડ્યો છે.
લીંબડી પોલીસ ટીમ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. ખાનગીરાહે ચોકકસ બાતમી હકિકત મળેલી કે, એક ઇસમ કે જેણે શરીરે છીકણી કલરનું શર્ટ તથા પેન્ટ તેમજ તથા ગરમ સ્વેટર પહેરેલુ છે, તેની પાસેના બે થેલામાં ગેરકાયદેસર ભારતીય બનાવટની ઇંગ્લીસ દારૂની બોટલો મુકીને લીંબડી ગામમાંથી હાઇવે સર્કલ તરફ નિકળનારો છે. તેવી ચોકકસ બાતમી મળેલી હોય જે હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ તપાસમા રહેતા બાતમીવાળો ઇસમ બાબુ રવિભાઇ જેપાલ ( ઉ.વ.22 ) (ધંધો.ક્લીનર રહે.આરબલુસ તા.લાલપુર જી.જામનગર )વાળાને પકડી પાડી ગે.કા પાસ પરમીટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની અલગ અલગ નાની મોટી સીલબંધ બોટલો નંગ-25 કિ.રૂ.10,200/-તથા બિયરના ટીન નંગ-02 કિ.રૂ.400/-તથા મોબાઇલ ફોન નંગ-01 કિ.રૂ.5,000/- કુલ મુદ્દામાલ-15,600/નો કબ્જે કરી પ્રોહી કલમ-65એએ 116(બી),મુજબ ની કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.