ક્રાઇમ:વઢવાણમાં સટ્ટો રમાડતો શખ્સ અને મૂળી, સુરેન્દ્રનગરથી 10 જુગારી ઝબ્બે

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 સ્થળે કરાયેલા દરોડામાં પોલીસે 2 લાખ ઉપરાંતની મતા જપ્ત કરી

મૂળીના ટીકર અને સુરેન્દ્રનગર-વઢવાણમાં પોલીસે દરોડા કર્યા હતા. જેમાં ટીકરમાં 9 શખ્સો રૂપિયા 1.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જયારે વઢવાણમાં ઓસ્ટ્રેલીયા-ઇંગ્લેન્ડની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો અને સુરેન્દ્રનગરમાંથી જુગાર રમાડતો પકડાયો હતો.

મૂળીનાં ટીકર(૫૨)ના જીજ્ઞેશ અજમલભાઇ કોળીનાં મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પીએસઆઇ ડી.જે.ઝાલાને મળી હતી. આથી પોલીસે બુધવારે મોડી રાતે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા મકાન માલીક જીજ્ઞેશ અજમલભાઇ કોળી, નરેશ અંબારામભાઇ, નારાયણ દુદાભાઇ સોલંકી, અમરશી પીતાંબરભાઇ રાઠોડ, ગોવિંદ ઉર્ફે ગોરા દાનાભાઇ પરમાર, માધા મંગળભાઇ, ભરત ઉર્ફે ભીમા જેરામભાઇ ભોજૈયા, ગણપત ઠાકરશીભાઇ રાઠોડ અને સોમા ધુધાભાઇ ગાળીયા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રૂપિયા 89,300 રોકડા, 7 મોબાઇલ, 3 બાઇક સહિત રૂપિયા 1,61,300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઇ વાય.આર.જોશી, હરદેવસિંહ ઝાલા, વિશુભા પરમાર, અશોકસિંહ પરમાર, રાયસંગભાઇ, સતિષભાઇ સહિતનાઓ જોડાયા હતા. જયારે વઢવાણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી ટીમના અજયસિંહ ઝાલાને ક્રિકેટના સટ્ટાની બાતમી મળી હતી. આથી મેમકા ચોકડી પાસે ટીમે દરોડો કરતા વઢવાણના ધોળીપોળ પાસે રહેતો 38 વર્ષીય આરીફ અબ્બાસભાઇ કોંઢીયા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાની મેચ પર સટ્ટો રમાડતો પકડાયો હતો. આ શખ્સ પાસેથી રોકડા રૂપિયા 24 હજાર, 2 મોબાઇલ કિંમત રૂપિયા 15 હજાર, લેપટોપ રૂપિયા 10 હજાર અને લેપટોપ બેગ રૂપિયા 100 સહિત 49,100નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ દરોડામાં જુવાનસિંહ, નિર્મળસિંહ સહિતનાઓ જોડાયા હતા. ઉપરાંત સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક પાસે જાહેરમાં વરલી મટકાના જુગારની બાતમીના આધારે બીટ જમાદાર એચ.કે.સોલંકી સહિતનાઓએ દરોડો કર્યો હતો. જેમાં વાદીપરામાં રહેતા મીહીર ઉર્ફે ગેરો દીપકભાઇ રાઠોડને રોકડા રૂપિયા 660 સાથે પકડી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...