હિટ એન્ડ રન:લીંબડી-રાજકોટ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે આવી જતા પદયાત્રીનું મોત

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવેલા છાલિયા તળાવ નજીક અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત બન્યો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોનો એપીક સેન્ટર બનતું હાઇવે હોય તો લીંબડી રાજકોટ હાઇવે છે. ત્યારે લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવેલા છાલિયા તળાવ નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે યુવકનું મોત નિપજવા પામ્યું છે.

સંઘ સાથે ચાલી રહેલા યુવકને ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળે યુવકનું મોત
સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઇવે ઉપર છાલિયા તળાવ નજીક ચોટીલા દર્શને ચાલીને જતા પદયાત્રીને ડમ્પર જેવા મોટા વાહને અડફેટે લીધો હતો. જેને લઇને ઘટના સ્થળે જ ચાલીને જતા દર્શનાર્થીનું મોત નિપજવા પામ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં અરવલ્લીથી 30થી વધુ લોકો ચોટીલા દર્શન અર્થ જઈ રહ્યા હતા. પગપાળા યાત્રા મારફતે ચોટીલા પહોંચી રહ્યા હતા. ત્યારે સંઘ સાથે ચાલી રહેલા યુવકને ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળે યુવકનું મોત નિપજવા પામ્યું છે.

પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું
આ મામલે જાણકારી પોલીસ તંત્રને થતા તાત્કાલિક ધોરણે પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું છે અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરી છે. યુવકની ડેડબોડીને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને ત્યાં તેનું પીએમ કરવામાં આવ્યું છે. સગા-સ્નેહીજનોને પણ આ મામલે જાણકારી આપવામાં આવી છે. અને આગળની તપાસ કામગીરી પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

વધુ એક ચોટીલા દર્શને જતા પદયાત્રીનું હાઇવે અકસ્માતના પગલે મોત
હાલની પરિસ્થિતિ મુજબ અકસ્માત સર્જી અને મોટું વાહન ફરાર બની જવા પામ્યું છે. ત્યારે આગળના સીસીટીવી ચેકિંગ કામગીરી હાથ ધરી અને લીંબડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હજુ અકસ્માત સર્જનારો વાહન ચાલક ફરાર બની જવા પામ્યો છે. ત્યારે પગપાળા સંઘમાં પણ અકસ્માતના પગલે યુવકનો જીવ ગુમાવતા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. અને વધુ એક ચોટીલા દર્શને જતા પદયાત્રીનું હાઇવે અકસ્માતના પગલે મોતની નિપજવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...