માસૂમ બાળકીનું મોત:ધ્રાંગધ્રાના ઢવાણા ગામમાં દોઢ વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડી જતા સારવાર મળે તે પહેલા જ મોત

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ઢવાણા ગામ ખાતે હાલમાં ખેતરોમાં જીરાના પાક તેમજ રાયડો, ઘઉં અને અનેક શિયાળુ પાકની નિપજ લેવા માટે હાલમાં મજૂરો બહારના રાજ્યમાંથી આવી રહ્યા છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના ઢવાણા ગામ ખાતે ખેતરમાં ખેતમજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા મજૂર પરિવારની દોઢ વર્ષની પુત્રીને માતા-પિતા પોતે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તેવા સમયે તેને ઝેરી જનાવર કરડી જતા સારવાર મળે તે પહેલા બાળકીનું મોત નિપજ્યું છે.ત્યારે તેને તાત્કાલિક અસરે ધાંગધ્રા સરકારી દવાખાના ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી છે. ત્યારે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના ઢવાણા ગામ ખાતે ખેતરોમાં ખેત મજૂરી કરતા સંજયભાઈ રાઠોડ અને તેનો પરિવાર ખેતરમાં મજૂરી કરી અને ગુજરાત ચલાવી રહ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકાના ઢવાણા ગામ ખાતે પોતાનો પરિવાર ખેતરમાં મજૂરી કરી રહ્યો હતો. ત્યારે દોઢ વર્ષની બાળા દિવ્યા સંજયભાઈ રાઠોડ નામની બાળાને કોઈ ઝેરી જનાવર દંશ મારી જતા અને ઝેરી જનાવરનું ઝેર શરીરમાં પ્રસરી જતા તેનું મોત થયું હતુ. ત્યારે તેને તાત્કાલિક ધાંગધ્રા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતુ. અને પરિવારમાં રોકકડના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...