તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ચરાડવા નજીક છકડો રીક્ષાને અડફેટે નવ વર્ષની બાળકીનું મોત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચરાડવા નજીક છકડો રીક્ષાને અડફેટે નવ વર્ષની બાળકીનું મોત - Divya Bhaskar
ચરાડવા નજીક છકડો રીક્ષાને અડફેટે નવ વર્ષની બાળકીનું મોત
  • અજાણ્યાઓ રીક્ષા ચાલક અકસ્માત કરી નાસી છૂટયો:પોલીસે તપાસ હાથ ધરી

આજે સવારનાં હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે મોરબી તરફથી આવતા છકડો રીક્ષા ચાલકે પરપ્રાંતીય પરિવારની નવ વર્ષની બાળકીને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ આજે સવારના નવ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક આવેલા ભવાની પેટ્રોલ પંપ પાસે પસાર થતા મોરબી રોડ પર મુળ મધ્યપ્રદેશના અને હાલ ચરાડવા ખાતે મજૂરી કરતા રાકેશભાઇની નવ વર્ષની દીકરી રીના રોડ પર ચાલીને જતી, ત્યારે મોરબી તરફથી આવતા અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટે લેતા આ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત કરી રીક્ષા ચાલક નાસી છૂટયો હતો બનાવની જાણ પોલીસને થતાં ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતક બાળકીની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી અજાણ્યા રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...