ચકચાર:લીંબડી નદીના સામા કાંઠે બાવળની આડમાંથી નવજાત શીશુ મળી આવ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડી નદીના સામા કાંઠે બાવળની આડમાંથી નવજાત શીશુ મળી આવ્યું - Divya Bhaskar
લીંબડી નદીના સામા કાંઠે બાવળની આડમાંથી નવજાત શીશુ મળી આવ્યું
  • લીંબડી પોલીસે શિશુને સરકારી હોસ્પિટલમાં લાવીને સારવાર કરાવી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નદીના સામા કાંઠે બાવળની આડમાંથી નવજાત શીશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લીંબડી પોલીસ સ્ટેશનના ASI અશ્વિનકુમાર. એન.અંગારી તથા પો.કોન્સ્ટેબલ અજયભાઈ ચિહલાનાઓ નવજાત શિશુને લઇને સરકારી હોસ્પિટલમાં લાવીને સારવાર કરાવવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નદીના સામા કાંઠે બાવળની આડમાંથી નવજાત શીશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લીંબડી પોલસ સ્ટેશનમાં ટેલીફોન આવવાથી લીંબડી પોલીસ સ્ટેશનના ASI અશ્વિનકુમાર.એન.અંગારી તથા પો.કોન્સ્ટેબલ અજયભાઈ ચિહલાનાઓ લીંબડી નદીના સામાકાંઠે ઉટડી રોડ પર આવેલા નિસર્ગ ગેસ ગોડાઉનની બાજુમાં બાવળની ઝાડીઓમાં તપાસ કરતા બાવળની ઝાડીમાં છેક અંદર ઝાડીમાં એક નવજાત શિશુ કપડામાં વીંટળાયેલુ માટીમાં પડેલું જીવતું નવજાત શિશુ જોવા મળ્યું હતુ.

ત્યારબાદ આ નવજાત શિશુને લઈને લીંબડી પોલીસ સ્ટેશનના ASI અશ્વિનકુમાર.એન.અંગારી તથા પો.કોન્સ્ટેબલ અજયભાઈ ચિહલાનાઓ તે શિશુને લઇને સરકારી હૉસ્પિટલમાં લાવીને સારવાર કરાવવામાં આવી હતી. અને આ નવજાત શીશુને સમયસર સારવાર મળી જતા હાલ આ નવજાત શિશુની તબિયત સારી છે. અને લીંબડી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...