સુરેન્દ્રનગર એલસીબી ટીમ ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન હથીયાર અંગે બાતમી મળી હતી.આથી દેવગઢ ગામના પાટીયા પાસેથી ભાણેજડાના શખ્સને તમંચા સાથે ઝડપી લીધો હતો.તમંચો જપ્ત કરી ધજાળા પોલીસ સ્ટેશન તેની સામે ગુનો નોંધાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથીયાર રાખતાઅને વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહીની સુચના આપી હતી.આથી એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એએસઆઇ વાજસુરભા, અમનકુમારભા, અશ્વિનભાઇ, નિર્મળસિંહ, સંજયસિંહ સહિત ટીમ ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન ગેરકાયદેસર હથીયારની બાતમી મળતા દેવગઢ ગામના પાટીયા પાસેથી ચુડાના ભાણેજડાના ઉમેદ શીવરાજભાઇ ભાંભળાને દેશીતમંચા સાથે ઝડપી લેવાયો હતો.
તેની પાસેથી તમંચો, કારતુસ સહિત રૂ.5050નો મુદામાલ જપ્ત કર્યો હતો.તેની પુછપરછમાં તમંચો છ માસ પહેલા સંદિપસિંહ નામના શખ્સપાસેથી રૂ.15હજારમાં લીધો હોવાનું જણાવ્યુ હતુ.આથી બંન્ને સામે ધજાળા પોલીસ સ્ટેશને આર્મસ એક્ટ મુંજબ ગુનો નોંધાવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.