તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોનું વાવેતર:સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનો પ્રયાસ કરતી મહિલા ડોક્ટર સહિતની પ્રકૃતિ પ્રેમી ટીમ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનો પ્રયાસ કરતી મહિલા ડોક્ટર સહિતની પ્રકૃતિ પ્રેમી ટીમ - Divya Bhaskar
સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનો પ્રયાસ કરતી મહિલા ડોક્ટર સહિતની પ્રકૃતિ પ્રેમી ટીમ
  • રાજકોટના સદભાવના ટ્રસ્ટના સહયોગથી શહેરમાં હાલ 1500થી વધુ વૃક્ષો લોકોએ દત્તક લીધા

સુરેન્દ્રનગર શહેરને હરીયાળુ બનાવવા શહેરના એક મહિલા ડોક્ટર અને તેમની ટીમે અભિયાન હાથ ધર્યું છે. જેમાં રાજકોટના સદભાવના ટ્રસ્ટના સહયોગથી શહેરમાં હાલ 1500થી વધુ વૃક્ષો લોકોએ દત્તક પણ લઇ લીધા છે,હાલ કોરોના કાળ દરમિયાન તાજેતરમાં જ લોકોને ઓક્સિઝન, વૃક્ષ અને હરિયાળીનું મહત્વ પણ સવિશેષ સમજાયું છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં આમ પણ વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

અને છેલ્લે થયેલી વૃક્ષ ગણતરી મુજબ જિલ્લામાં એક હેક્ટર દીઠ માંડ 3 થી 4 વૃક્ષો છે જે રાજ્યમાં સૌથી ઓછું પ્રમાણ છે. ત્યારે સુકા મલકનું કલંક ભુસી સુરેન્દ્રનગરને ખરા અર્થમાં સુંદરનગર બનાવવાની નેમ સાથે ડો.નિર્મલા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટના સદભાવના વ્રુધ્ધાશ્રમના સહયોગથી શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

રાજકોટની આ સંસ્થા સહિતના પરિબળોના સહયોગથી ડો.નિર્મલા ચુડાસમા અને તેમની પ્રકૃતિ પ્રેમી ટીમ દ્વારા કરવામાં આવી છે, જેની સૌથી સારી બાબત એ છે કે, માત્ર વાવેતર જ નહી પરંતુ સતત ત્રણ વર્ષ સુધી તેનુ જતન પણ કરવામાં આવશે. એક વૃક્ષના વાવેતર અને ઉછેર પાછળ રૂપિયા 1800નો ખર્ચ થાય છે. ત્યારે શહેરીજનો જો વૃક્ષોનું વાવેતર કરવા ઇચ્છતા હોય તો અડધો ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવે છે. ડો.નિર્મલા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા આ અભિયાનની શુભ શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેમાં શહેરના રિવરફ્રન્ટ, અમદાવાદ રોડ, સહિત વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર પણ કરી દેવાયું છે. જે હજુ વધુને વધુ વૃક્ષ વાવીને સતત સાતત્યતા જ જળવાઇ રહેશે વળી વધુમાં વોલઇન્ટરોએ જણાવ્યું હતું કે, અહીંથી આ ટીમમાં કાર્યરત રહ્યા બાદ અન્ય જગ્યાએ જનારા મોટા ભાગના સ્ટુડન્ટ્સ પણ જ્યાં હોય ત્યાં થઈ સમયાંતરે એકાદ વૃક્ષ વાવી તેનું જતન અને ઉછેર કરવાની આદત લઈને જાય છે.

તેમજ અત્યાર સુધીમાં શહેરના આગેવાનો દ્વારા 1500થી વધુ વૃક્ષોને દત્તક પણ લેવામાં આવ્યા છે. ત્યારે શહેરીજનો શહેરને હરીયાળુ બનાવવાના અભિયાનમાં અન્ય લોકોને પણ વધુને વધુ વૃક્ષો વાવવા આવા પ્રકારના આયોજનબદ્ધ રીતે શરૂઆત કરવા અપીલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...