તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બબાલ:મોરબીના નીચીમાંડલ ગામે નજીવી બાબતે માતા-પુત્ર ઉપર ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નશાની હાલતમાં યુવકે બીજા યુવકને 'તું અહિયાં કેમ ઉભો છો? તેવું પુછતાં ત્રણ શખ્સોએ માતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના નીચી માંડલ ગામે આંદરણા જવાના રસ્તે રહેતા કાંતાબેન સોલંકી (ઉંમર 45) તથા તેમના દીકરા દિલીપ ઉપર ગામના ત્રણ ઇસમોએ હુમલો કર્યો હતો. જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા અને કાંતાબેન સોલંકીએ બનાવ બાબતે નીચી માંડલ ગામના વિજય, બળવંત અને કલ્પેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કાંતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર દિલીપ નશાની હાલતમાં હતો તેણે વિજયને પૂછ્યું હતું કે 'તું અહિયાં કેમ ઉભો છો?' તેથી તેના દીકરા દિલીપની સાથે વિજયે માથાકુટ કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારે પોતે ત્યાં પહોંચી જતા ઉપરોકત ત્રણેય એટલે કે વિજય, બળવંત અને કલ્પેશે એક સંપ કરીને માતા કાંતાબેન સોલંકી અને તેના દિકરા દિલીપને માર માર્યો હતો. જોકે જેતે સમયે દિલીપ પણ નશાની હાલતમાં હોય તાલુકા પોલીસે દિલીપ વિરૂદ્ધ પણ અટકાયતી કાર્યવાહી કરી હતી અને હુમલો કરનાર વિજય, બળવંત અને કલ્પેશ વિરૂદ્ધ મારામારી અંગે ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...