કોરોના અપડેટ:હળવદમાં કોરોનાથી સગીરાનું મોત જ્યારે જિલ્લામાં 11 કેસ

સુરેન્દ્રનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શનિવારે લખતરમાં-5, વઢવાણમાં-5, ધ્રાંગધ્રામાં-1 કેસ

હળવદમાં ભવાનીનગર વિસ્તારની સગીરાનું કોરોનાની સારવાર દરમિયાન મોરબીની સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે મોત થયું હતું. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે એક જ દિવસમાં 11 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ દિવસે 9 લોકો સાજા થતા 44 એક્ટિવ કેસ રહ્યા હતા. જ્યારે જિલ્લામાં 6866 લોકોએ રસી લીધી હતી.મોરબી જિલ્લાના હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતી સગીરા કોરોનાની બીમારીમાં સપડાઇ હતી. તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ રાખવામાં આવી હતી.

પરંતુ આ કોરોનાના કારણે શુક્રવારે સગીરાનું મોત નિપજ્યું હતું હતું. આમ મોરબી જિલ્લામાં 171 દિવસ બાદ કોરોનાથી એકનું મોત થયું હતું. બીજી તરફ જિલ્લામાં શનિવારે આરટીપીસીઆરના-558 અને એન્ટિજનના-130 સહિત કુલ 688 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં લખતર ગ્રામ્યમાં -5, ધ્રાંગધ્રા ગ્રામ્યમાં-1 અને વઢવાણ શહેરી વિસ્તારમાં-5 સહિત કુલ 11 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસ 9 દર્દી સાજા થતા જિલ્લામાં કુલ 188 કેસમાંથી 144 લોકો સાજા થતા 44 એક્ટિવ કેસ રહ્યા છે.

જ્યારે જિલ્લાના 62 કેન્દ્ર પર શનિવારે 6866 લોકોએ રસી મુકાવતા રસીકરણનો કુલ આંક 32,85,572 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 14,80,617 લોકોએ પ્રથમ તેમજ 15,93,963 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 2,10,992 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. કુલ રસીકરણમાં 16,47,633 પુરૂષો તેમજ 14,26,403 મહિલાઓએ રસી લીધી હતી. જેમાં કોવિશિલ્ડની 25,85,045 અને કોવેક્સિનની 6,16,463એ ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...