તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાટડી પાસે ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં ગાડીમાં બેઠેલા આધેડનું મોત

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડી પાસે ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં ગાડીમાં બેઠેલા આધેડનું મોત - Divya Bhaskar
પાટડી પાસે ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં ગાડીમાં બેઠેલા આધેડનું મોત
  • બાઇક ચાલકને પણ પગમાં ફેક્ચર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો

પાટડી પાસેના માલવણ હાઇવે પર હેબતપુર કેનાલ પાસે ગાડી અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં બેઠેલા આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વિરમગામ લઇ જવાયા બાદ એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે બાઇક ચાલકને પણ પગમાં ફેક્ચર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

પાટડી તાલુકાના છાબલી ગામના 52 વર્ષના મલેક મુરીદખાન મામદખાન ગાડીમાં વિરમગામથી છાબલી ગામ તરફ જઇ રહ્યાં હતા. ત્યારે સુરેન્દ્રનગર-માલવણ વચ્ચે હેબતપુરની કેનાલ પાસે સામેથી રોંગ સાઇડમાં પુરઝડપે આવતા બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠેલા 52 વર્ષના મલેક મુરીદખાન મામદખાનને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એમને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

જ્યારે બાઇક ચાલકને પણ પગમાં ફેક્ચર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...