અકસ્માત:પાટડીના જૂના બસ સ્ટેન્ડ પાસે એસટી બસની અડફેટે આધેડનું મોત, મૃતક દિવાળીની ખરીદી કરી ઘરે જઈ રહ્યા હતા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના જૂના બસ સ્ટેન્ડ પાસે એસટી બસની અડફેટે આધેડનું મોત - Divya Bhaskar
પાટડીના જૂના બસ સ્ટેન્ડ પાસે એસટી બસની અડફેટે આધેડનું મોત
  • સરકારી દવાખાના નજીક બનાવ બન્યો છતા એમ્બ્યુલન્સ ના પહોંચતા ખાનગી વાહનમાં મૃતદેહ લઈ જવાયો

પાટડી તાલુકામાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટડી જુના બસ સ્ટેન્ડ ખાતે ધાંગધ્રા ડેપોની રાધનપુર ધાંગધ્રા બસની અડફેટે આધેડ આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. હાજર લોકો દ્વારા એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો તેમ છતાં એમ્બ્યુલન્સ મોડી પહોંચતાં મૃતદેહને ખાનગી વાહન મારફતે પાટડી સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બસના ડ્રાઇવર અને કંડકટર પાટડી પોલીસ મથકે હાજર થઇ ગયા હતા.

પાટડીના દશામાપરા વિસ્તારમાં રહેતા પ્રહલાદભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર દિવાળી ના કપડા લઇ જઈ રહ્યા હતા તે સમયે ધાંગધ્રા ડેપોની રાધનપુર ધાંગધ્રા બસની હડફેટે આવી જતા ગંભીર ઇજાગ્રસ્ત થતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતું. બનાવ સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ સમયસર ન આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે પાટડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લઇ મૃતદેહને ખાનગી વાહન મારફતે પાટડી સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડી પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બસ ના ચાલક દેવજીભાઈ અણદાભાઇ તથા કંડકટર મહાદેવભાઈ ખેમાભાઇ ઘટનાસ્થળે બસ મુકી પાટડી પોલીસ મથકે હાજર થઇ ગયા હતા બસના ચાલક થી અકસ્માત સર્જાતા બસ ચાલક પાટડી પોલીસ મથકે ભાવુક થઈ હીબકે ચડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...