તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટમાં મર્ડર:સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં સામાન્ય બોલાચાલીમાં તલવારો ઉડતા આધેડની હત્યા

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં સામાન્ય બોલાચાલીમાં તલવારો ઉડતા આધેડની હત્યા - Divya Bhaskar
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં સામાન્ય બોલાચાલીમાં તલવારો ઉડતા આધેડની હત્યા
  • પાડોશમાં રહેતા માજી સહિત ચાર શખ્સો વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે પાડોશીઓ વચ્ચે ફળીયામાં પાણી ઢોળવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ 48 વર્ષના આધેડના પગમાં તલવારનો ઘા ઝીંકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પાડોશમાં રહેતા માજી સહિત ચાર શખ્સો વિરુદ્ધ ઝીંઝુવાડા પોલિસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે છ ઘરના માઢ પાસે આજુબાજુના એક જ દિવાલે રહેતા પૂરનસિંહ ભીખુભા ઝાલાના ઘરની સામે ઉભેલા દિગ્વિજયસિંહ ચંદ્રસિંહ ઝાલાને ફળીયામાં પાણી ઢોળવા બાબતે બંને પરીવારો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. જેમાં બજારમાંથી આવેલા દિગ્વિજયસિંહ ઝાલાના 48 વર્ષના પિતા ચંદ્રસિંહ બાલુભા ઝાલા માથાકૂટ કરવા બાબતે પાડોશમાં રહેતા પૂરનસિંહ ભીખુભા ઝાલા સહિતના પરિવારજનોને સમજાવવા જતા મામલો વધુ બિચક્યો હતો.

જેમાં પૂરનસિંહ ભીખુભા ઝાલા, સિધ્ધરાજસિંહ ભીખુભા ઝાલા, મહિપતસિંહ ભીખુભા ઝાલા અને 50 વર્ષના માજી તકુબા ભીખુભા ઝાલાએ ચંદ્રસિંહ ઝાલા સાથે માથાકૂટ કરી ઉગ્ર બોલાચાલી કરી તલવાર, છરી અને પાઇપ વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં પૂરનસિંહ ભીખુભા ઝાલાએ તલવાર વડે ચંદ્રસિંહ ઝાલા પર ઘાતક હુમલો કરી પગમાં તલવારનો ઘા ઝીંકી દેતા તેઓ લોહિલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યાં હતા.

આથી એમને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ઝીંઝુવાડા સરકારી દવાખાને લઇ જવાયા બાદ પગમાંથી પુષ્કળ લોહીં નીકળી જવાના કારણે એમને વધુ સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.

આ ગોઝારા બનાવની જાણ થતા ઝીંઝુવાડા પીએઆઇ વી.પી.મલ્હોત્રા, એએસઆઇ રણછોડભાઇ ભરવાડ, નવીનભાઇ અને મહાદેવભાઇ વણોલ સહિતનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી જઇ મૃતક ચંદ્રસિંહ ઝાલાના પુત્ર દિગ્વિજયસિંહ ઝાલાની ફરીયાદના આધારે પાડોશમાં રહેતા પૂરનસિંહ ભીખુભા ઝાલા, સિધ્ધરાજસિંહ ભીખુભા ઝાલા, મહિપતસિંહ ભીખુભા ઝાલા અને 50 વર્ષના માજી તકુબા ભીખુભા ઝાલા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી નાસી છૂટેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યાં છે. ગામમાં બીજો કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઝીંઝુવાડામ‍ાં હત્યાની ઘટનાના પગલે ધ્રાંગધ્રા સીપીઆઇ પણ તાકીદે ઝીંઝુવ‍ાડા દોડી ગય‍ા હતા.

આરોપી પૂરનસિંહને પણ હાથમાં ફેક્ચર થયુ

ઝીંઝુવ‍ાડા પાડોશમાં રહેતા એક જ કોમન‍ા બે પરિવારો વચ્ચે સામાન્ય બોલચાલી બાદ પગમાં તલવારનો ઘા વાગતા 48 વર્ષના ચદ્રસિંહ ઝાલાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે આ કેસના મુખ્ય આરોપી પૂરનસિંહ ભીખુભા ઝાલાને પણ હાથે ગંભીર ઇજા પહોંચતા ફેક્ચર થતાં સારવાર માટે ઓર્થોપેડિક હોસ્પિટલે લઇ જવાયા હતા.

ઝીંઝુવાડા પોલીસ દ્વારા 50 વર્ષના માજીની અટકાયત કરાઇ: અન્ય 3 આરોપીઓ ફરાર

ઝીંઝુવાડા હત્યા કેસમ‍ાં પોલીસે આ કેસના આરોપી 50 વર્ષના માજી તકુબા ભીખુભા ઝાલાની અટકાયત કરી છે. જ્યારે આરોપી પૂરનસિંહ ભીખુભા ઝાલાને હાથમાં ફેક્ચર થતાં ઓર્થોપેડિક હોસ્પિટલે લઇ જવાતા ત્યાં એમને ચંદ્રસિંહ ઝાલાનું મોત નિપજવાની ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્ત પૂરનસિંહ ભીખુભા ઝાલા, સિધ્ધરાજસિંહ ભીખુભા ઝાલા, મહિપતસિંહ ભીખુભા ઝાલા ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...