સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં સરપંચની ચુંટણીમાં ફોર્મ ભરવા બાબતે ચાલતી હતી બબાલ અંતે હત્યા સુધી પહોંચતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઈજાગ્રસ્ત હાલતમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાને પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.
ધારદાર કુહાડીનો ઘા માથામાં ઝીંક્યા
ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અગાઉ ચુંટણીમાં સરપંચનું ફોર્મ ભરવાની ના પાડવા છતાં ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા, (જાતે. ત.કોળી, ઉ.વ.49, રહે-શેખલીયા, તા. ચોટીલા)ને શેખલિયા ગામના રજની ગાંડુભાઇ કુમરખાણીયા, ગાંડુ ભીમાભાઇ કુમરખાણીયા અને ભારત રજનીભાઇ કુમરખાણીયાને પાછળથી આવી ગળેથી દબોચી લઇ નીચે પાડી દઇ રજનીભાઇ ગાંડુભાઇ કુમરખાણીયાએ ધારદાર કુહાડીનો ઘા માથામાં ઝીંકી દઇ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બાદમાં ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે ચાલતી હતી બબાલ અંતે હત્યા સુધી પહોંચતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઈજાગ્રસ્ત હાલતમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાને પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં સારવાર પૂર્વે જ રાજકોટના ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત થતાં પોલીસે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચોટીલા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી ઘાતક સાબિત થઈ રહી છે: ચાર મહિનામાં ત્રીજો હત્યાનો બનાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ઘાતક સાબિત થઈ રહી છે. ત્યારે છેલ્લા ચાર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ અને ત્રણ હત્યાના બનાવો બન્યા છે. ત્યારે પહેલા ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મનદુ:ખ રાખી અને યુવક ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લાના ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી લઈ અને હત્યાનો બનાવ બન્યો હતો. અને હવે વધુ ચોટીલા મેવાસા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ કેમ ભર્યું ? તેમ કહી અને પૂર્વ સરપંચ ગોવિંદભાઈની હત્યા કરી નાખવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં ત્રીજો હત્યાનો બનાવ ગ્રામ પંચાયતની ચૂંટણી કારણભૂત સાબિત થઈ રહી છે.
ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
ખાસ કરીને હત્યાના બનાવો બાદ બે પક્ષો સામ સામે આવી જતા હોય છે. અને ત્યારબાદ મારામારી તેમજ અન્ય કાયદાકીય વ્યવસ્થા કથડાવાના પ્રયાસોના બનાવો બનતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મેવાસા શેખલીયા ગામે માજી સરપંચની હત્યા થયા બાદ હાલની પરિસ્થિતિ મુજબ મેવાસા શેખલીયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથડે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ મામલે પોલીસ સ્ટાફને પણ જરૂરી સૂચનાઓ જિલ્લા પોલીસ વડા દ્વારા આપી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.