તપાસ:વઢવાણમાં રિક્ષા પલટી ખાતાં અંદર બેસેલા આધેડને પેટના ભાગે ગંભીર ઇજા થતાં મોત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ રાવળિયા કૂવા પાસે રહેતા 45 વર્ષના કિશનભાઈ બચુભાઈ રાફુકિયા શનિવારે રિક્ષામાં બેસીને ભોગાવા નદી તરફ જતા હતા. રિક્ષા ગુગાભાઈ રાફુકિયા ચલાવતા હતા. વઢવાણ લીંબડી રોડ બચુબાપુના ગેટ પાસે રોડ પર રિક્ષાચાલકે પૂરઝડપે ચલાવતા રિક્ષા પલટી ખવડાવી હતી. અકસ્માતમાં રિક્ષામાં બેસેલા કિશનભાઈને પેટના ભાગે ઇજાઓ થઇ હતી.

આથી બનાવની જાણ થતા ઇજાગ્રસ્ત કિશનભાઈને ઘરે લવાયા હતા. પરંતુ ઘરે કિશનભાઇને ઉલટીઓ થઈ અને બેભાન થઇ જતા 108 દ્વારા વઢવાણ સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. ફરજ પરના તબીબે કિશનભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં મૃતકના ભાઈ પ્રવીણભાઈ બચુભાઈ રાફુકિયાએ વઢવાણ પોલીસ મથકે રિક્ષાચાલક ગુગાભાઈ ભાથાભાઈ રાફુકિયા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બલવંતસિંહ પરમાર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...