સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા લક્ષ્મણભાઈ બોસીયા નામના આધેડ પોતાના મકાનની સીડી પરથી નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સિવિલમાં સારવારમાં દમ તોડયો હતો.
આ ગોઝારા બનાવ અંગેની વધુ વિગત અનુસાર થાનગઢના આંબેડકરનગરમાં રહેતા લક્ષ્મણભાઈ કેશુભાઈ બોસીયા (ઉ.વ.48) ઘરે હતા. ત્યારે મકાનના ઉપરના માળેથી નીચે ઉતરતા હતા. ત્યારે સીડીનું પગથીયું ચુકી જતાં નીચે પટકાયા હતા, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બે-ભાન થઈ ઢળી પડ્યા હતા.
જેમને તાત્કાલીક 108 મારફતે પ્રથમ થાન અને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં થાન પોલીસ સિવિલ દોડી આવી હતી. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો. મૃતક લક્ષ્મણભાઈ બે ભાઈમાં મોટા હતા અને અપરિણીત હતા, જેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.