તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઝારી ઘટના:સુરેન્દ્રનગરના ચમારડી ગામે વાવાઝોડા સાથેના જોરદાર વરસાદમાં વિજળી પડતાં એક આધેડનું મોત

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
વિજળીએ ખેડૂતનો જીવ લીધો
  • ખેતરમાં કામ કરતી વેળાએ વિજળી પડતાં આધેડ ખેડૂત હરજીભાઇ વાટકીયાનું મોત
  • ખેડૂતના ખેતરમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ ફરી કુદરત રુઠ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ પવનના સૂસવાટા અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ચુડા તાલુકાના ચમારડી ગામે વિજળી પડતાં એક આધેડનું મોત થયાની ઘટના સામે આવી છે. આ ગોઝારી ઘટનામાં આધેડ ખેડૂતના મોતથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણથી ખેડૂતો અને રણમાં મીઠું પકવતા અગરિયાઓ દયનીય હાલતમાં મુકાયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ પવનના સૂસવાટા અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ચુડા તાલુકાના ચમારડી ગામે વિજળી પડતાં આધેડનું મોત નિપજયું હતુ.

આધેડ ખેડૂત ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વિજળી પડતાં આધેડ હરજીભાઇ વાટકીયાનું મોત નિપજવાની ગોઝારી ઘટના બની હતી.

આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત ગામનો લોકો ખેતરે દોડી ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસે પણ બનાવના સ્થળે દોડી જઇ મૃતક ખેડૂત હરજીભાઇ વાટકીયાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...