અકસ્માત:વઢવાણના દેદાદરા ગામના પાટિયાથી આગળ કાર-રિક્ષાના અકસ્માતમાં આધેડનું મોત

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળ વઢવાણ તાલુકાના રાજપર ગામના અને હાલ સંત રોહીદાસનગર મેઘાણીનગરની સીમે પીટીસી પાછળ, આઈટીઆઇ રોડ જૂનાગઢ રહેતા મગનભાઈ રામજીભાઈ સોલંકી, પત્ની શાંતાબેન, મોટા દીકરાના દીકરો દર્શન મૂળી તાલુકાના દિગસર ગામે મગનભાઈના સાળા ખીમજીભાઈ ગણેશભાઇ રાઠોડ બિમાર હોવાથી ખબર અંતર પૂછવા 2-5-2022ના રોજ આવ્યા હતા.

દિગસર ગામમાં 2 દિવસ રોકાયા બાદ 4-5-2022ના રોજ મગનભાઈ તેમના પૌત્ર દર્શનને વેકશન પડ્યું હોવાથી તેને મૂકવા મોટા દીકરાના ઘરે સાણંદ ગયા હતા. પરંતુ દિગસરમાં ખીમજીભાઈનું અવસાન થતા મગનભાઈ અન્ય વાહનમાં હાંસલપુર ચોકડીએ આવ્યા હતા. ત્યારબાદ હાંસલપુર ચોકડીથી રિક્ષા ભાડે કરીને બેસીને દિગસર આવી રહ્યા હતા. આ દરમિયાન વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયાથી અડધો કિમી આગળ પૂરઝડપ અને ગફલતભરી રીતે ચલાવી કારચાલકે રિક્ષા સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો.

જેમાં મગનભાઈ અને રિક્ષાચાલકને ઇજાઓ પહોંચી હતી. મગનભાઇને સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલે લાવવામાં આવતા તબીબે મગનભાઈને મૃત જાહેર કર્યા હતા. રિક્ષાચાલકને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. આ અંગે મૃતક મગનભાઈના પુત્ર મયુરભાઈ સોલંકીએ કારચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડકોન્સ્ટેબલ અજીતસિંહ કે.રાઠોડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...