આત્મહત્યા:સુરેન્દ્રનગરમાં માનસિક બિમારીથી કંટાળી જૈન આધેડે ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરનાં સ્વસ્તિક સોસાયટી પાસે આવેલા મહાવીર ફ્લેટના ત્રીજા માળેથી જૈન આધેડ વ્યક્તિએ મોતની છલાંગ લગાવી આપધાત કરી લેતા અરેરાટી ફેલાવા પામી છે. ત્યારે માનસીક બિમારીથી તેમણે આ અંતિમ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગરના સ્વસ્તિક સોસાયટી પાસે આવેલા બ્લોક નં-44માં રહેતા સંજયભાઈ કાંતિલાલ કોઠારીના મોટાભાઈ જયેશભાઈ કાંતિલાલ કોઠારી નામના 55 વર્ષના આધેડને મગજની બિમારી હોવાથી કંટાળી થયા હતા. એક વખત તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે બી ડીવીઝન પોલીસને તેમનાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ ઘેર પરત આવી ગયા હતા. બાદમાં ગઈકાલે શનિવારે અંતે તેમના નિવાસ સ્થાનની બાજુમાં આવેલા મહાવીર ફ્લેટ નામની બિલ્ડીંગનાં ત્રીજા માળેથી કુદકો મારી આપઘાત કર્યો હતો.

આ ગોઝારા બનાવની જાણ થતા રહીશો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને પોલીસ તેમજ તેમજ 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરાઈ હતી. તેમનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલ લઈ જવાયો હતો. આ બનાવથી જૈન પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ થઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...