તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજોડે આત્મહત્યા:મોરબીના શ્યામપાર્કમાં રહેતા આધેડ દંપતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી, કારણ અકબંધ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના શ્યામપાર્કમાં રહેતા આધેડ દંપતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી, કારણ અકબંધ - Divya Bhaskar
મોરબીના શ્યામપાર્કમાં રહેતા આધેડ દંપતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી, કારણ અકબંધ
  • પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી

મોરબીમાં એક દંપતીએ સજોડે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ બન્નેના મૃતદેહોને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ બનાવનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આવેલ શ્યામ પાર્કમાં રહેતા હરસુખભાઈ શામજીભાઈ કોટડીયા (ઉ.વ.59) અને તેમના પત્ની હીરાબેન હરસુખભાઈ કોટડીયા (ઉ.વ.53) નામના આધેડ વયના દંપતીએ આજે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેનાર દંપતીના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં પરિવારજનોએ બન્ને મૃતદેહોને મોરબીની સિવિલમાં હોસ્પિટલમાં ખસેડયા હતા. દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને દંપતીએ ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...