બેઠક:લીંબડીમાં વાસ્મોનાં કામોની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડીમાં વન પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વાસ્મોના કામો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
લીંબડીમાં વન પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વાસ્મોના કામો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
  • લીંબડી,ચુડા, સાયલા તાલુકામાં નલસે જલ અંગે કરેલા કામોની જાણકારી અપાઇ, બેઠકમાં વનપર્યાવરણ મંત્રી ઉપસ્થિત રહ્યા

લીંબડીમાં વાસ્મો હેઠળ હાથ ધરાયેલા કામોની સમીક્ષા અંગે બેઠક યોજાઇ હતી.જેમાં વનપર્યાવરણ મંત્રીને લીંબડી, ચુડા, સાયલા તાલુકામાં વાસ્મો હેઠળ થયેલા કામોની જાણકારી આપવામાં આવી હતી.જ્યારે મંત્રીએ જરૂરી સુચનો અધિકારીને કર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં વાસ્મો હેઠળ તાલુકાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે ગુરૂવારના રોજ લીંબડી ખાતે લીંબડી ખાતે વાસ્મો હેઠળ હાથ ધરાયેલ કામોની સમીક્ષા અગે એક બેઠક વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીએ નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મો હેઠળ લીંબડી, ચુડા અને સાયલા તાલુકામાં કરવામાં આવેલ કામગીરીની જાણકારી માંગવામાં આવી હતી.જ્યારે ઉપસ્થિત વાસ્મોના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

આ તકે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના કાર્યપાલક ઇજનેર અને યુનિટ મેનેજર આર.એન.પટેલે લીંબડી, ચુડા અને સાયલા તાલુકામાં હાથ ધરાયેલ વાસ્મોના કામોની વિસ્તૃત વિગતો આપી હતી.આ બેઠકમાં વાસ્મોના જિલ્લા કો-ઓર્ડીનેટર ઘનશ્યામ ભુસડીયા, ડેપ્યુટી મેનેજર સંદિપભાઈ પરમાર અને આસિસ્ટન્ટ મેનેજર હર્ષદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...