પ્રિમોન્સુન કામગીરી:જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમ, ચેકડેમ, તળાવની ચકાસણી કરવા સૂચના અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં આગામી ચોમાસામાં કોઇ પણ સ્થિતિમાં લોકોને મદદ સહાય મળી રહે માટે આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના અધિકારીઓને ડેમ, ચેકડેમ, તળાવ, ડેમ દરવાજાની સાઇટ ચકાસણી કરવા સૂચન અપાયા હતા.જ્યારે પાણીનો નિકાલ ઝડપી તથાય માટે વોકળા,નાળા, ગટર કેનાલની સફાઇ કરવા જણાવાયું હતું.

ચોમાસુ સિઝનમાં અતિવૃષ્ટિ, વાવાઝોડું આપત્તિ સમયે લોકોને તુરંત મદદ મળે માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર કે.સી.સંપટે જિલ્લાના ડેમ, ચેકડેમ, ગામ તળાવ, સીમ તળાવની, ડેમના દરવાજા તથા તેની સાઇડોની ચકાસણી કરવા સૂચન કર્યા હતા. જ્યારે વરસાદ પહેલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો નિકાલ સમયસર અને ઝડપી થાય તે માટે વોકળા,નાળા,ગટર અને કેનાલની સફાઇ કરાવવા જણાવાયું હતું. ગ્રામ્યકક્ષાએ નદી અને વોકળા, કોઝવે અને પુલ પર પાણીના લેવલની જાણકારી માટેના સાઇનિંગ બોર્ડ તથા ઇન્ડિકેટરો મુકવા તાકીદ કરી હતી. જ્યારે વૃક્ષ પડેતો રસ્તા રિપેરિંગ માટે ભારે વાહનો સાધનો તથા પુરમાં ફસાયેલ લોકો તથા પશુઓને બચાવવા તરવૈયાની યાદી, હોડીઓ, લાઇફ જેકેટ જેવા જરૂરી સાધનોની માહિતી અદ્યતન રાખવા જણાવાયું હતું.

રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ તેમજ જરૂરી દવાઓ રાખવા તાકીદ કરાઇ હતી. અધિક કલેકટર એન.ડી.ઝાલા, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરો સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...