પાટડીની હાઇસ્કુલમાં ખારાપાટ પરગણા રબારી સમાજના તૃતીય સમુહ લગ્નોત્સવનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં રબારી સમાજના 23 યુગલોએ પ્રભુતાના પગલા માડ્યાં હતા. આ સમુહ લગ્નોત્સવમાં દીકરીઓને સોના ચાંદીના દાગીના અને ઘરવખરીનો સામાન કરીયાવરમાં આપવામાં આવ્યો હતો. પાટડી ખારાઘોડા રોડ પર આવેલી શ્રી સુરજ મલજી હાઇસ્કુલના વિશાળ મેદાનમાં ખારાપાટ પરગણા રબારી સમાજનો તૃતીય સમુહ લગ્નોત્સવનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, વિવિધ જગ્યાના સંતો-મહંતો, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઇ મકવાણા, પૂર્વ સંસદિય સચિવ પૂનમભાઇ મકવાણા, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, દૂધ ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ, પાટડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શૈલેષભાઇ પટેલ, સુરાભાઇ રબારી અને જેસીંગભાઇ ચાવડા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સહિત તાલુકાભરમાંથી હકડેઠઠ સંખ્યામાં રબારી સમાજ ઉમટ્યો હતો. પાટડી ખાતે યોજાયેલા ખારાપાટ પરગણા રબારી સમાજના સમુહ લગ્નોત્સવમાં કુલ 23 યુગલોએ પ્રભુતાના પગલા પાડ્યાં હતાં. આ સમુહ લગ્નોત્સવમાં નગવાડાના કમશીભાઇ બાર દ્વારા તમામ દીકરીઓને કરીયાવરમાં સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરીનો તમામ સામાન આપવામાં આવ્યો હતો. ઉપરાંત ભોજન દાતા નિર્મલભાઇ કનુભાઇ ચરકટા તરફથી જમણવાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા આ સમુહ લગ્ન સમિતીના પ્રમુખ કમશીભાઇ બાર, ઉપ પ્રમુખ કનુભાઇ ચરકટા, મંત્રી દાદુભાઇ આલ તથા પ્રભાતભાઇ ખટાણા, નવઘણભાઇ રબારી અને રઘુભાઇ સાવધરીયા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.