સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે પ્રતિક્ષાહોમ સોસાયટીના રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં એક શખસને વિદેશી દારૂની 96 બોટલ તેમજ 360 બિયરના ટીન સહિત કુલ રૂ. 68,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
સુરેન્દ્રનગર માનવ મંદિર રોડ પર આવેલી પ્રતિક્ષાહોમ સોસાયટીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી આ સ્થળે રેડ કરતા પ્રતિક્ષાહોમ સોસયાટીમાં રહેતા શૈલેષભાઈ ધનસુખભાઈ ઝરવરિયાના રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની 32,400ની કિંમતની 96 બોટલ તેમજ રૂ. 36,000ની કિંમતના બિયરના 360 નંગ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ રેડમાં પીએસઆઈ એસ.બી.સોલંકી, સરદારસિંહ, અજીતસિંહ, મહિપતસિંહ, રાકેશભાઈ, વનરાજસિંહ, રાજુભાઈ, હિનાબેન વગેરે કામગીરી કરી હતી.
આ બનાવમાં પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ. 68,400ના મુદ્દામાલ સાથે શૈલેષભાઈ ઝરવરિયાને ઝડપી લઇને પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.