SOGની કામગીરી:રાજકોટથી બાઇકની ચોરી કરી ખોટી નંબર પ્લેટ લગાવી શહેરમાં ફરતો શખ્સ પકડાયો

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરમાં કેટલા શખ્સો ચોરીના બાઇક લઇને ફરતા હોય છે ત્યારે એસઓજીની ટીમે હાધ ધરેલા ચેકિંગમાં બસસ્ટેશન પાછળ મફતીયા પરામાં રહેતા શખ્સને ચોરીના બાઇક સાથે પકડી લીધો હતો. આ બાઇક તેણે રાજકોટથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

વર્તમાન સમયે યુવાનોને બાઇકનો જબરો ક્રેજ જોવા મળી રહયો છે. પરંતુ કોઇ કારણોસર બાઇક ન લઇ શકનાર કેટલાક છોકરાઓ ચોરીના રવાડે ચડી જતા હોય છે. દરમિયાન સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ.વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનથી જયરાજસિંહ, જગદિશભાઇ,મીતભાઇ સહિતની ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે આર્ટસ કોલેજના ઢાળ પાસેથી પસાર થતા સમીર ઉર્ફે સાજીદ મહમદભાઇ સિપાઇને આંતરીને બાઇકના કાગળો માંગ્યા હતા. પરંતુ તેની પાસે કાગળો ન હતા. આ બાબતે તપાસ કરતા બાઇક ચોરીનું હોવાની જાણ થઇ હતી.

આરોપીની વધુ પુછપરછ કરતા આ બાઇક તેણે રાજકોટથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. અને પોલીસને કે કોઇને શંકા ન જાય તે માટે દુપ્લીકેટ નંબરપ્લેટ લગાવીને તે ફરતો હતો.આરોપી વિરૂધ્ધ બી ડિવીજન પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...