તપાસ:દૂધરેજ પાસેથી ઇ.સી.એમ.પાર્ટ્સ સાથે મેરા ગામનો શખ્સ પકડાયો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCB ટીમે 2 લાખના કારના પાર્ટ્સ સાથે શખ્સને ઝડપ્યો

સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ ઉપર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી ટીમે કારમાં મહત્વના પાર્ટસ તરીકે વપરાતા ઇ.સી.એમ.પાર્ટસ ના જથ્થા સાથે પાટડીના શખ્સને પકડી લીધો હતો. હેલ્પર તરીકે નોકરી કરતો શખ્સ આ પાર્ટસ વેચવા માટે ફરતો હતો ત્યારે જ પોલીસના હાથે પકડાઇ ગયો હતો. તેની પાસેથી રૂ.2 લાખની કિંમતા ઇ.સી.એમ.પાર્ટસ મળી આવ્યા હતા.

સુરેન્દ્રનગરમાં ચોરી સહિતના ગુનાઓ આચરનાર શખ્સો ઉપર પોલીસ નજર રાખી રહી છે દરમિયાન એલસીબી પી.આઇ.ડી.એમ.ચૌધરીના માર્ગદર્શનથી ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે દૂધરેજ રોડ પર ચોરીના સામાન સાથે આરોપી પસાર થવાની હકીકત મળી હતી. આથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા પાટડી તાલુકાના મેરા ગામના દશરથ જામાભાઇ વણોદરાને આંતરીને પોલીસે તલાસી લેતા તેની પાસેથી કારમાં વાપરાવમાં આવતા ઇ.સી.એમ.નામના રૂ.2 લાખની કિંમતના 20 નંગ પાર્ટસ મળી આવ્યા હતા.

પોલીસે કરેલી પુછપરછમાં આરોપી દશરથ વણોદરાએ જણાવ્યુ હતુ કે તે મારૂતી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. અને તે આઇસરમાં આ પાર્ટસ લઇન મારૂતી એસ.એમ.જી ખાતે ઉતારવા ગયો હતો ત્યારે ખાલી કેરેટ ગાડીમાં પાછા ભરતા હતા ત્યારે આ 20 નંગ તેણી ચોરી કરી લીધા હતા. અને તે આ સામાન વેચવા માટે સુરેન્દ્રનગર આવ્યો હોતો. પોલીસે તેની પાસેથી ઇ.સી.એમ પાર્ટસ જપ્થ કરીને સિટી એ ડિવીજન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જેની તપાસ જમાદાર હમીરભાઇ ચલાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...