આયોજન:કોરોનાથી મૃત્યુ થયું હોય પણ નોંધ ન થઈ હોય તેમની યાદી તૈયાર થશે

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે આ બાબતે કોઇ પરિપત્ર જાહેર કર્યો નથી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાથી અવસાન પામેલા પરંતુ નોંધણી ન થયેલા મૃતકોના પરિવારજનો સહાયથી વંચિત ન રહે માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં આવા મૃતકોની નોંધ કરી તેમને પણ સહાય મળે તેવા પ્રયાસ હાથ ધરવામાંઆવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સરકારી ચોપડે 127 લોકોના મોત થયા હતા. જ્યારે કોરોનાને કારણે થયેલા મોતનો અનઓફિસલી આંક 446ને પાર કરી ગયો હતો. જે વ્યક્તિનું મોત કોરોનાને કારણે થયું છે પરંતુ સરકારી ચોપડે તેમના નામની નોંધ નથી આવા મૃતકોના પરિવારને સરકારી સહાય આપવાનું આયોજન કરાયું હતું.

આ માટે કોવિડ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ બનાવી આવા બાકી રહેલા મૃતક લોકોની નોંધણી કરી તેમના પરિવારને સહાય માટે કાર્યવાહી કરવાનું આયોજન કરાયું છે. આ કોવિડ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ જિલ્લાકક્ષાની બનાવાશે જેના અધ્યક્ષ કલેક્ટર, સભ્ય મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, સભ્યસચિવ જિલ્લા હોસ્પીટલ સંલગ્ન મેડિકલ કોલેજ ચિકિત્સક, સભ્ય સંલ્ગન મેડિકલ કોલેજ કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રાધ્યાપકની સમિતિ રચના કરાશે.પરંતુ મૃતકના પરિવારજનોના નામ નોંધવા માટેની સરકારે કોઇ ગાઇડ લાઇન આપી નથી. અને બાબતે હાલ કોઇ પરીપત્ર જાહેર કરવામાં આવ્યો નથી છતાં મૃતકના પરિવારના લોકોને ડિજાસ્ટર શાખા દ્વારા વિગતો સમજાવીને કચેરીના સંપર્કમાં રહેવા માટે જણાવાયું છે. 5 દિવસમાં આવા 100થી વધુ કચેરીએ પૂછપરછ કરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...