ચોટીલા પોલીસ સર્કિટ હાઉસ ખાતે રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવની ઉપસ્થિતિમાં લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવે વ્યાજખોરી અંગેની લોકોની ફરિયાદ સાંભળી હતી. જેમાં અરજદારોએ રેન્જ આઈ.જી સામે વેધક સવાલ કર્યો હતો કે, ચોટીલાના એક આગેવાને રેન્જ આઇજીને રજુઆત કરી કે, અડધી રાત્રે દવાખાના માટે પૈસાની જરૂર પડશે તો શું બેંક પૈસા આપશે ?
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચાર તાલુકાનો સંયુક્ત લોક દરબાર યોજાયો હતો. ત્યારે વ્યાજખોરી નાબૂદ કરવા અને વ્યાજખોરો પર કાર્યવાહી કરવા માટે હવે પોલીસ મેદાને આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત પણ ખાસ હાજર રહ્યાં હતા. જેમાં ચોટીલાના એક આગેવાને રેન્જ આઇજી અશોક કુમાર યાદવને રજુઆત કરી હતી કે, અડધી રાત્રે પૈસાની જરૂર પડશે તો શું બેંક પૈસા આપશે ? સારા વ્યક્તિઓને પણ આ મુહિમના પગલે કોઈ ગામમાં હાથ ઉછીના નાણાં નહીં આપે.
આ લોક દરબારમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારીઓ હાજર રહ્યા હતા. જેમાં ચોટીલા, થાન, સાયલા, ચુડામાંથી આશરે ચાર વ્યક્તિઓએ વ્યાજખોરોથી પીડિતો રજુઆત કરવા દોડી આવ્યા. જેમાં વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાના આદેશ પણ રેન્જ આઈ.જી.એ આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.