તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જૂનાગઢના જંગલમાં શિકાર કરતી ગેંગ સુરેન્દ્રનગરના થાન પંથકની, દેશી આયુર્વેદિક દવાઓનું વેચાણ કરતા હતા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • દંગા બનાવીને જંગલોમાં અસ્થાયી રૂપથી રહેતા હતા

વન વિભાગે ગીરના જંગલોમાં ફાસલા બનાવીને શિકારીઓની 25 સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. દેશી આયુર્વેદિક દવાઓનું વેચાણ કરી દંગા બનાવી ગીરમાં રહેતી ગેંગના ઝડપાયેલી ગેંગના મહિલા સહિત 4 સભ્યો જિલ્લાના થાન પંથકના હોવાની વિગતો બહાર આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તાલુકાના ખાંભા ગામે કોઇ વ્યકિતને વન્યપ્રાણી સિંહ દ્વારા ઇજા થયાના મેસેજ મળતા વનવિભાગ સતર્ક બન્યુ હતુ. આ વિસ્તારમાં તપાસ કરતા શિકાર માટે વપરાતા ફાસલામાં એક સિંહ બાળ ફસાયેલી હાલતમાં મળી આવ્યુ હતુ.

જયારે ઇજા અંગે તપાસ કરતા તાલાળા સરકારી દવાખાનામાં સારવાર લઇ શીકારીઓ પોલીસ કે વન વિભાગને જાણ કર્યા વગર જતા રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી. આથી તપાસમાં જૂનાગઢના વાડલા ફાટક પાસેથી ઝડપાયેલા શખ્સની પુછપરછમાં તેના સાથીદારો સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકના 43 વર્ષીય અસલમભાઇ સમશેરભાઇ પરમાર, 22 વર્ષીય રાજેશભાઇ મનસુખભાઇ પરમાર, 55 વર્ષીય મનીબેન હબીબભાઇ પરમાર અને 60 વર્ષીય હબીબભાઇ સમશેરભાઇ પરમાર હોવાનું ખૂલ્યુ હતુ.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના શીહોર, બગદાણા સહિતના સ્થળોથી અન્ય સાથીદારો પકડાયા હતા. આ શખ્સો દેશી આયુર્વેદીક દવાઓ વેચતા હતા અને દંગા બનાવી ગીરમાં અસ્થાયી રૂપથી રહેતા હતા. જયારે શીયાળ જેવા પ્રાણીઓના શીકાર માટે ફાસલાઓ બનાવતા હતા. જેમાં સિહ બાળ ફસાઇ ગયા હોવાનું બહાર આવ્યુ હતુ. આ ગેંગના નેટકર્વ વિશે વધુ તપાસ ગીર વન વિભાગના અધિકારીઓ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો