શંકાસ્પદ લાશ મળી:ચોટીલા ડુંગર નજીકના જંગલમાંથી લટકતી હાલતમાં માનવ કંકાલરૂપી લાશ મળી આવી

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મફતિયાપરાના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આવેલા ડુંગર જંગલમાંથી કોહવાયેલ હાલતમાં લટકતા માનવ કંકાલરૂપે લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ગોઝારી ઘટના 20થી 25 દિવસ પહેલા બનેલ હોવાનું અનુમાન
આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાના મફતિયાપરા ડુંગર જંગલમાં ડરામણી હાલતમાં પુરૂષની લટકતી હાલતમાં લાશ હોવાની જાણ ચોટીલા પોલીસને થતા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ઘટનાસ્થળે પહોંચતા પોલીસ પણ અવાચક બની ગયી હતી. જેમાં લાશ એકદમ બિહામણા સ્વરૂપમાં હતી. અને એકદમ કોહવાઈ ગયી છે અને કંકાલની સ્થિતિ પામી ચુકેલી છે. કોઇ ઓળખ મળે તેવા કોઇ પુરાવા પણ મળેલા નથી. આ ગોઝારી ઘટના 20થી 25 દિવસ પહેલા બનેલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ચોટીલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જેમાં મરનાર માથે બાંધવાની લુંગી વડે લટકતી સ્થિતિમાં લાલ અને બ્લેક કલરનો ફૂલ બાયનો શર્ટ પહેરેલો છે અને બ્લેક જીન્સ જેવું પેન્ટ અને બેલ્ટ પહેરેલો છે. મરનાર કોણ છે ? કેટલા દિવસ પહેલા કેવા સંજોગોમાં મરણ પામેલો છે ? તે તમામ બાબતો પર હાલ રહસ્ય છે. જેને ઉકેલવા અને મૃતકની ઓળખ મેળવવા ચોટીલા પી.આઈ.-જે.જે.જાડેજા અને તેમની ટીમે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...