જાત મહેનત ઝીંદાબાદ:મોરબીના વાઘપર પાસે કેનાલમાં પડેલું મસમોટું ગાબડું ખેડૂતોએ રૂ. 70 હજારના સ્વખર્ચે જાતે રિપેર કર્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના વાઘપર પાસે કેનાલમાં પડેલું મસમોટું ગાબડું ખેડૂતોએ રૂ. 70 હજારના સ્વખર્ચે જાતે રિપેર કર્યું - Divya Bhaskar
મોરબીના વાઘપર પાસે કેનાલમાં પડેલું મસમોટું ગાબડું ખેડૂતોએ રૂ. 70 હજારના સ્વખર્ચે જાતે રિપેર કર્યું
  • ધ્રાંગધ્રા બ્રાન્ચની પેટા કેનાલ નંબર 27માં ગાબડું પડતાં છેવાડાના ખેડૂતોને મુશ્કેલી થઈ
  • ખેડૂતોએ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનને સાથે રાખી જાતે કેનાલ રિપેર કરી

હાલ શિયાળુ પાકની સિઝન ચાલુ છે. ત્યારે આ પાકને પૂરતું પાણી મળી રહે તેના માટે ગઈકાલે શુક્રવારે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેની પેટા કેનાલ 27 નંબરમાંથી વાઘપર ગાળા સહિતના ખેડૂતોને પાણી પહોંચે છે. જેમાં ગઈકાલે વાઘપર-પીલુડી પાસે નબળા કામને કારણે ગાબડું પડ્યું હતું. આથી છેવાડાના ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી પહોંચતું ન હતું. જેથી વાઘપર ગામના ખેડૂતોએ અંદાજે રૂ. 70 હજારના સ્વખર્ચે આ કેનાલ રિપેર કરાવી હતી.

નોંધનીય છે કે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા હતા. જેથી મોરબીના વાઘપર ગામના ખેડૂતોએ ગામના પનોતા પુત્ર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાને સાથે રાખી આજે શનિવારે અંદાજે રૂ. 70 હજારના સ્વખર્ચે આ કેનાલ રિપેર કરાવી હતી. તેમજ પિયત માટે છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે તેના માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. આથી આ વિસ્તારના ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...