તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગની ઘટના:હળવદના સરભંડા ગામે શ્રમિકના ઝુંપડામાં ભીષણ આગ, ઘરવખરી ભસ્મીભૂત

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદના સરભંડા ગામે શ્રમિકના ઝુંપડામાં ભીષણ આગ, ઘરવખરી ભસ્મીભૂત - Divya Bhaskar
હળવદના સરભંડા ગામે શ્રમિકના ઝુંપડામાં ભીષણ આગ, ઘરવખરી ભસ્મીભૂત
 • શ્રમિક પરિવાર લગ્નમાં બહારગામ ગયો હોવાથી સદભાગ્યે જાનહાની ટળી

હળવદ તાલુકાન સરભંડા ગામે રહેતા શ્રમિક પરિવારના ઝુંપડામાં આજે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં ઘરવખરી ભસ્મીભૂત થઈ ગઈ હતી. જો કે શ્રમિક પરિવાર લગ્નમાં બહારગામ ગયો હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. પરંતુ ઘરવખરી બળી જવાથી સામાન્ય પરિવાર મોટી આફતમાં મુકાઈ ગયો છે.

આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સરભંડા ગામની બાજુમાં તળાવના કાંઠે ઝુંપડા બાંધીને રહેતા સવજીભાઈ ગણેશભાઈ કોળી નામના શ્રમિકના ઝુંપડામાં આજે અચાનક કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી અને થોડીવાર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ શ્રમિક પરિવારનું ઝૂંપડું આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. ઝૂંપડું ભડભડ સળગવા લાગતા ઝુંપડામાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આ બનાવની જાણ થતાં ગ્રામજનોએ જે હાથ લાગ્યું તે વાસણમાં પાણી લઈને મહામહનેતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેથી આગ અન્યત્ર પ્રસરતા અટકી હતી.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ શ્રમિક પરિવાર લગ્નમાં બહાર ગામ ગયો હોવાથી જાનહાની સહેજમાં ટળી હતી પરંતુ આગમાં તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. તેમજ મરણમૂડી સમાન બચાવીને રખેલા 13 હજાર રૂપિયા પણ બળી જતા શ્રમિક પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જો કે આ આગ ક્યાં કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો