તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ઝાલાવાડમાં 0 બાદ કોરોનાના 1 કેસની હેટ્રીક

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં કોરોનાનો પ્રભાવ ધીમે ધીમે મંદ પડતો જાય છે. ફેબ્રુઆરી માસના પ્રથમ 3 દિવસ જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. અને નીલ કેસની હેટ્રીક નોંધાઇ હતી. ત્યારબાદ તા. 4ના રોજ કોરોનાએ 1 કેસથી ખાતુ ખોલાવ્યા હતુ અને તા. 5ને શુક્રવારે પણ જિલ્લામાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે.

જયારે સતત ત્રીજા દિવસે શનીવારે પણ જિલ્લામાં કોરોનાનો 1 કેસ નોંધાતા કોરોનાના 1 કેસની હેટ્રીક થઇ છે. જેના લીધે જિલ્લાનું કોરોના મીટર 3436 પર પહોંચ્યુ છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 3 દર્દીઓ રીકવર થતા હાલ જિલ્લાના કોરોનામુકત દર્દીઓની સંખ્યા વધીને 3180 થઇ છે. જયારે જિલ્લામાં સતત 17મા દિવસે કોરોનાથી એક પણ મોત થયુ નથી. બીજી તરફ શનીવારે 5 સ્થળે વેકસીનેશન પ્રોગ્રામમાં 193 કર્મચારીઓએ કોરોનાની રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો