ધર્મ જાગૃતના કાર્યક્રમ:ચોટીલામાં બિરાજમાન માં ચામુંડાના સાનિધ્યમાં 26મી માર્ચે ધર્મ જાગરણ મંચ દ્વારા ભવ્ય સંત સંમેલનનું આયોજન

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામ ખાતે બિરાજમાન માં ચામુંડાના સાનિધ્યમાં 26મી માર્ચના રોજ ધર્મ જાગરણ મંચ દ્વારા સંત સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અનેક મોટા કલાકારો તેમજ મહાન સંતો તેમજ દરેક ધર્મ ક્ષેત્રના ધર્મગુરુઓ સાથે મહાન સંત સંમેલનનુ ભવ્ય આયોજન આરએસએસ દ્વારા હાથ ધરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડામાંના ધામ ખાતે તળેટીમાં એક મોટું મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 26મી માર્ચના રોજ રવિવાર સવારના 8:30 કલાકે આ આયોજનને હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ધર્મ જાગરણ મંચ દ્વારા મહા સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે માયાભાઈ આહીર તેમજ અનેક કલાકારો તેમજ અનેક રાજકીય આગેવાનો તેમજ મોટા સંતો, મહંતો તેમજ ધર્મગુરુઓ આ સંત સંમેલનમાં ધર્મ જાગૃતના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાલમા તમામ ધર્મગુરુઓને આમંત્રિત કરવામા આવ્યા છે. અને જેઓ મોટી સંખ્યામાં ચામુંડા તળેટી ખાતે ઉપસ્થિત રહેનારા છે. ત્યારે આ કાર્યક્રમ 26મી માર્ચના રોજ સવારે 8:30 કલાકે શરૂ થનારૂ હોવાનું જાણવા મળે છે. ત્યારે આ તમામ કાર્યક્રમનું સંચાલન આરએસએસ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તો ભાવિકો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...