ગણેશ ઉત્સવ:પાટડીમાં 36 ફૂટ ઊંચા ગણપતિના મંદિરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી ગણેશ ઉત્સવની ઉજવણી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમાદારવાસમાં આવેલા ગણપતિ મંદિરમાં ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન

પાટડી જમાદારવાસમાં આવેલા ભવ્ય 36 ફૂટ ઊંચા ગણપતિ મંદિરમાં 10 દિવસના ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીએ ભવ્ય શોભાયાત્રા કાઢવા સહિત મંદિર સુશોભનની તડામાર તૈયારીઓ કરી હતી.

10 દિવસ સુધી ભવ્ય આયોજન
પાટડીના જમાદારવાસમાં તાલુકાનું પ્રથમ ગણપતિ મંદિર આવેલું છે. લાખોના ખર્ચે બનેલા આ ભવ્ય 36 ફુટ ઉંચા ગણપતિ મંદિરમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 10 દિવસના ગણપતિ ઉત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આમ તો પાટડીમાં દર વર્ષે જમાદારવાસ ગણપતિ યુવક મંડળ અને દરબારી ચોક ગણપતિ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવતી હતી.

આરતીમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટે છે
આ વર્ષે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવને મંજૂરીની મહોર અપાતા ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીએ ભવ્ય શોભાયાત્રા કાઢવાની સાથે મંદિર સુશોભનની તડામાર કરી હતી. આ અંગે વધુ વિગત આપતા વ્યવસ્થાપકો રાજુભાઇ શર્મા, મોન્ટુ ઠક્કર અને પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, બે વર્ષના કોરોનાના કપરા સમયગાળા બાદ આ વર્ષે જમાદારવાસના ગણપતિ મંદિરમાં 10 દિવસના ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં રોજ સવાર સાંજની આરતીમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટે છે. જ્યારે હાલમાં આ ગણેશ ઉત્સવને લઇને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...