તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય કનૈયાલાલ કી:સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લાના તમામ તાલુકાઓના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લાના તમામ તાલુકાઓના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
  • 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના ગગનભેદી નારાઓ લાગ્યા
  • ઠેર-ઠેર મટકી ફોડના કાર્યક્રમો સહિત શોભાયાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું

આજે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લાના તમામ તાલુકાઓના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના ગગનભેદી નારાઓ સાથે ઠેર-ઠેર મટકી ફોડના કાર્યક્રમો સહિત શોભાયાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આજે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લાના તમામ તાલુકાઓના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ કૃષ્ણ શોભાયાત્ર‍ામાં શહેરીજનો સહિત રાજકીય આગેવાનો, હોદેદારો અને લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.

સમગ્ર માહોલ 'હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી'ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના ગગનભેદી નારાઓ સાથે ઠેર-ઠેર મટકી ફોડના કાર્યક્રમો સહિત શોભાયાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યારે કેટલીક જગ્યાએ કોરોના મહામારીને ધ્યાને લઇ ચાલુ વર્ષે મટકી ફોડ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા હતા.

પાટડીમાં કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના યુવાનો દ્વારા સમગ્ર પાટડી નગરને કેસરી ધજાકા-પતાકા અને રંગબેરંગી લાઇટોથી અનોખી રીતે શણગારવામાં આવ્યું હતુ. જ્યારે ખેરાલી ગામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે રાધાકૃષ્ણ મંડલી દ્વારા ગામમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવાની સાથે યુવાનો અને નાના-નાના બાળકો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...