તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટડીની મુખ્ય બજારમાં આવેલા શ્રી સંભવનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ જીનાલયની 16મી વર્ષગાંઠની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવકારશી, પ્રભુજીના અઢાર અભિષેક, ધ્વજારોહણ, સ્વામિ વાત્સલ્ય અને સંધ્યા ભક્તિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
પાટડીની મુખ્ય બજારમાં પ્રાચિન જૈન દેરાસર આવેલું છે. જેમાં શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાન 150થી વધારે વર્ષ પ્રાચિન છે. જ્યારે શાંતિનાથ ભગવાન લગભગ 750થી વધારે વર્ષ પ્રાચિન છે. આ ભવ્ય જૈન દેરાસરનો આજથી 16 વર્ષ અગાઉ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
પાટડીની મુખ્ય બજારમાં આવેલા શ્રી સંભવનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ જીનાલયની 16મી વર્ષગાંઠની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે આઠ કલાકે જ્યોત્સનાબેન અરવિંદકુમાર દોશી દ્વારા નવકારશી અને સાડા આઠ કલાકે પ્રભુજીના અઢાર અભિષેક તથા સત્તરભેદી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે બરાબર 12.39 કલાકે હેકડેઠેઠ માનવ મહેરામણ વચ્ચે ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. બપોરે અેક કલાકે શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય, પ્રક્ષાલ, સત્વ અને આંગી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
અને સાંજે સાડા પાંચ કલાકે સાંજનું સ્વામિવાત્સલ્ય અને સાંજે 6-15 કલાકે પ્રશાંતભાઇ શાહ સહિતના કલાકારો દ્વારા સંધ્યા ભક્તિની રમઝટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ત્રણેય ભગવાનના શિખર ઉપર ડ્રોન કેમેરાથી પૂષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે બપોરે 3 કલાકે વતન પ્રેમીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં પાટડી અને અમદાવાદ સહિત આજુબાજુના ગામના અને પરપ્રાંતમાં વસતા જૈન સમુદાયના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પાટડી શ્રાવક મહાજનના પ્રમુખ, ટ્રસ્ટીઓ, જૈન આગેવાનો અને નવયુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.