• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • A Gambling Den Was Seized At The House Of A Woman Vice president Of A BJP ruled Taluka Panchayat In Mojidad, Chuda. 10, Including The Vice president's Husband, Were Arrested With A Case Of Rs 9.54 Lakh

ઉપપ્રમુખના ઘરે જ જુગારધામ:ચુડાના મોજીદડમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના ઘરે જુગારધામ ઝડપાયું, રૂા. 9.54 લાખના મુદ્દામાલ સાથે ઉપપ્રમુખના પતિ સહિત 10 ઝડપાયા

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • વિજીલન્સ ટીમના અચાનક દરોડાથી રાજકીય ગરમાવો, 10 જુગારીઓની અટકાયત
  • મહિલા ઉપપ્રમુખનો પતિ રાજકીય હોદ્દાનો ઉપયોગ કરી પોતાના જ ઘરમાં ચલાવતો હતો જુગારધામ
  • સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના મોજીડદ ગામે ભાજપ શાસિત તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના મકાનમાં ધમધમતા જુગારધામ પર વિજીલન્સની ટીમે દરોડા પાડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે દસ જુગારીઓની અટકાયત કરી સ્થળ પરથી રોકડ સહિત રૂ. 9.54 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. રાજકીય આગેવાનના ઘરમાંથી જુગારની બદી પકડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. એટલું જ નહીં વિજીલન્સની ટીમના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

કુલ રૂા. 9.54 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના મોજીડદ ગામે ચુડા તા.પંચાયતના ઉપપ્રમુખ વર્ષા જાદવના ઘરમાં બાતમીના આધારે વિજીલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં વિજીલન્સ ટીમે રોકડ રકમ રૂ. 1 લાખ 62 હજાર, રૂ. 41 હજારના 10 મોબાઈલ, રૂ. 7.5 લાખની 2 ફોર વ્હીલર, અને રૂ. 1100ની કિંમતના પ્લાસ્ટિક ખુરશી તેમજ ટેબલ પંખો મળીને કુલ રૂ. 9 લાખ 54 હજાર 150ના મુદ્દામાલ ઝડપ્યો હતો. વિજીલન્સ ટીમે મહિલા ઉપપ્રમુખના પતિ લગધીર ઉફ લાખા દેવુભાઈ જાદવ, યુવરાજ ઉર્ફે ટીકા મનુભાઈ સોલંકી, કરશન અરશીભાઈ વસોયા, શાહબુદીન કરીમભાઈ દેસાઈ, હેમુ પુનાભાઈ રોજાસરા, દેવેન્દ્ર સુરેશભાઈ પરમાર, વના વિભાભાઈ ગાંગડીયા, જયશુખ ભગવાનભાઈ પટેલ, અજીત નાગરભાઈ પરાલીયા, યુનુશ ઉમરભાઈ દેસાઈ સહિતને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારધામમાં ટેબલ ખુરશી સહિતની વ્યવસ્થા

ચૂડા તાલુકાના મોજીડદ ગામે ભાજપના કાર્યકર અને ચુડા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખનો પતિ લગધીર ઉર્ફે લાખા દેવુભાઇ જાદવ રાજકીય હોદ્દાનો ઉપયોગ કરીને પોતાના જ ઘરમાં ટેબલ ખુરશી, પંખા સહિતની સુવિધાઓ સાથે જુગારધામ ચલાવતો હતો. છેલ્લા ઘણા સમયથી ધમધમતા જુગારધામમાં સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લામાંથી શકુનિઓ જુગાર રમવા આવતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

સુરેન્દ્રનગરની સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્રના રાજમાં ખુલ્લેઆમ ગુનાખોરીનો આંક વધ્યો છે. તેમજ જિલ્લામાં કાર્બોસેલ રેતીની ચોરી અને જુગારની ખાનગી ક્લબો છેલ્લા બે માસથી શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલમાં વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં રાજકીય લોકો પણ આવા અવળા ધંધા કરતા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા પોમ્યા હતા. જાણવા મળતી વધુ વિગતો અનુસાર સુરેન્દ્રનગરના ગામડાઓમાં પણ ખેતરોમાં મોટા પાયે જુગારની ક્લબો ચાલતી હોવાનું લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...