તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:જિલ્લાના વધુ 822 કોરોના વોરિયર્સનું રસીકરણ કરાયું, મંગળવારે 24 સ્થળે પ્રોગ્રામ હાથ ધરાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે 24 સ્થળે વેકસીનેશન પ્રોગ્રામ હાથ ધરાયો હતો. જેમાં વધુ 822 કોરોના વોરીયર્સે કોરોનાની રસી મુકાવી હતી. મંગળવારે પણ પોલીસ કર્મચારીઓએ ઉમળકાભેર રસી મુકાવી હતી. જોકે, રસીકરણમાં કોઇને આડઅસર થઇ હોય તેવા સમાચાર નથી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો છે. શરૂઆતના દિવસો ઓછા સ્થળે રસી મુકવાના આયોજન બાદ આરોગ્ય વિભાગે રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારતા રસીકરણ કાર્યક્રમે વેગ પકડયો છે. તેમાં પણ હેલ્થ વર્કર બાદ તા. 31 જાન્યુઆરીથી પોલીસ, નગરપાલીકા, પ્રાંત અને મામલતદાર કચેરીના સ્ટાફને રસી મુકાવવાની શરૂઆત જિલ્લામાં કરાઇ છે. જેમાં મંગળવારે જિલ્લામાં 24 સ્થળે કોરોનાની રસી મુકવાનો પ્રોગ્રામ હાથ ધરાયો હતો. મંગળવારે પણ પોલીસ કર્મીઓએ રસી મુકાવી હતી. મંગળવારે 822 કોરોના વોરીયર્સ કોરોનાથી આરક્ષીત થતા રસી મુકાવનાર કુલ કર્મીઓની સંખ્યા વધીને 8 હજારે પહોંચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો