તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:૩ લાખના ખર્ચે અગ્નિદાહ માટેની ભઠ્ઠી અર્પણ કરાઇ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર મુખ્ય સ્મશાન ગૃહમાં

સુરેન્દ્રનગર મુખ્ય સ્મશાનમા લોકોને અગ્નિ સંસ્કાર માટે સુવિધા મળેમાટે ધારાસભ્યએ આયોજન કર્યુ હતુ. આથી શહેરના મુખ્ય સ્મશાનમા 3 લાખનાં ખર્ચે મુખ્ય સ્મશાન ગૃહમા લાકડાથી ચાલતી અગ્નિદાહ માટેની ભઠ્ઠી અર્પણ કરાઇ હતી .

વઢવાણ મતવિસ્તારના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે લોકોને સુવિધા મળે એટલા માટે આ આયોજન કર્યું હતું. આથી તેમના સ્વખર્ચથી ૩ લાખનાં ખર્ચે સુરેન્દ્રનગર મુખ્ય સ્મશાન ગૃહ સોનાપુરી સ્મશાન ખાતે લાકડાથી ચાલતી અગ્નિદાહ માટેની ભઠ્ઠી મુકવામાં આવી છે.

આ ભઠ્ઠીની ખાસિયત એ છે કે જેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લાકડાનો વપરાશ થાય છે. સંપૂર્ણ બોડી ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય છે. સામાન્ય રીતે લાકડામાં અગ્નિ દાહ પૂર્ણ થવામાં બે થી અઢી કલાકનો સમય થાય છે. જ્યારે આ ભઠ્ઠીમાં માત્ર સવા કલાકનો સમય થાય છે અને મૃતદેહ અધુરો પણ રહેતો નથી. આ અંગે ધારાસભ્ય જણાવ્યું કેત હજુ આવી 4 ભઠ્ઠી અલગ અલગ જગ્યાએ મૂકવાની છે. આથી હવે લોકોના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...