તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જોરાવરનગર ચકચારી ખુન કેસમાં જામીન પર મુકત થયા બાદ ફરાર કેદી પકડાયો

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હનીટ્રેપના માસ્ટર માઇન્ડે પૈસા માટે જોરાવરનગરના વેપારીની હત્યા કરી હતી

રતનપરમાં રહેતા અને ખેરાળીના શખ્સે પોતાની સ્ત્રી મિત્રની સાથે મળીને અનેક લોકોને ફસાવી હનીટ્રેપ કરીને લાખો રૂપીયા પડાવી લીધા હતા. દરમિયાન જોરાવરનગરના વેપારીને પૈસા માટે માર મારી હત્યા કરી દિધી હતી. જેલમાં રહેલા આરોપીના વચગાળાના જામીન મંજુર થયા હતા. પરંતુ જેલમાં હાજર થયો ન હતો. આથી ફરાર કેદીને પેરોલ ફર્લો સ્વોડે પકડી લીધો હતો.

જોરાવરનગરમાં રહેતા અને અનાજ કરીયાણાની દુકાન ધરાવતા વેપારીને રતનપર ખાતે રહેતી પોતાની સ્ત્રી મિત્રના ઘરે મોકલીને વેપારી અને સ્ત્રી મિત્રના ફોટા પાડી લીધા હતા. બાદમાં વેપારીને બોલાવી પૈસાની માંગણી કરી હતી. પૈસા દેવાની આના કાની કરતા વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. આ ગુનાનો માસ્ટર માઇન્ડ ખેરાળી ખાતે રહેતા મહેશ ઉર્ફે મયલો વાલજીભાઇ મદાણી સહિતની ગેંગને પકડીને જેલ હવાલે કરી હતી.

સુરેનદ્રનગરની જેલમાં કાચાકામના કેદી તરીકે રહેલા મહેશ ઉર્ફે મયલાના તા.19 જૂનથી 26 જૂન સુધી 7 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા. પરંતુ જામીનની મુદત પુરી થઇ ગયા બાદ પણ તે જેલમાં હાજર થયો ન હતો. દરમિયાન ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયાએ આપેલી સુચના અનુસાર પેરોલ ફર્લોના પીએસઆઇ જે.એસ.ડેલા તથા નરપતસિંહ, મહિપતસિંહ, અસ્લમખાન, ભગીરથસિંહ, ભરતસિંહ, સનતભાઇ સહિતની ટીમ કોમ્બીંગ નાઇટમાં હતી. ત્યારે હકીકત મળી હતી કે આ મહેશ તેના ગામના બસસ્ટેશન પાસે બેઠો છે આથી ખાનગી વેશમાં ત્રાકટેલી પોલીસે કેદી મહેશને પકડી લીધો હતો. કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા આરોપીને સુરેન્દ્રનગરની જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...