તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:શક્તિપરામાં ખાનગી કંપનીના મોબાઇલ ટાવર પાસેના કચરામાં આગ ભભૂકી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર પાલિકા ફાયર ફાઇટર ટીમે મોબાઇલ ટાવરમાં લાગેલી આગ બુઝાવતા દુર્ધટના ટળી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર પાલિકા ફાયર ફાઇટર ટીમે મોબાઇલ ટાવરમાં લાગેલી આગ બુઝાવતા દુર્ધટના ટળી હતી.
  • PGVCL ટીમને બોલાવી વીજપાવર બંધ કરાવી પેટી તોડી આગ બુઝાવાઇ
  • ટાવરના ડિઝલ સુધી આગ પહોંચે પહેલા ફાયર ટીમની સમય સૂચકતા વાપરીને સતત પાણીનો મારો ચલાવી બુઝાવી દેતાં મોટી દુર્ઘટના થતાં ટળી

સુરેન્દ્રનગરના શક્તિપરામાં આવેલા મોબાઇલ ટાવર આસપાસ પડેલા કચરો અને ખાતરમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા ફાયર ટીમ તાત્કાલીક દોડી ગઇ પરંતુ આગ ટાવરની પેટીમાં પ્રસરતા પીજીવીસીએલ ટીમ બોલાવી વીજપાવરબંધ કરાવાયો ત્યારબાદ આગ બુઝાવી દેવાઇ હતી. જો આગ ટાવરના ડિઝલ સુધી પહોંચીહોત તો દુર્ધટના થાય તેમ હતી પરંતુ સમયસુચકતાને લઇ દુર્ધટના ટળી હતી. સુરેન્દ્રનગર શહેરમાં આગના બનાવો દિવસે દિવસે વધતા જાય છે.

ત્યારે શુક્રવારે સાંજના સમયે શહેરના જંકશન રોડપર રાધાકૃષ્ણમંદિરપાસે શક્તિ આવેલા રિલાયન્સ ટાવર આસપાસ પડેલા ખાતર અને કચરામાં અચાનક આગ લાગી હતી.આ અંગે જાણ કરાતા ચિફઓફિસર સંજયભાઇ પંડ્યાના આદેશથી ગેરેજ સુપ્રિટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા, રાહુલ ડોડીયા, દિગુભા પરમાર, ભગીરથસિંહ સહિતના તાત્કાલીક સ્થળપર 2200 લીટરની ક્ષમતા વાળો બંબો લઇ પહોંચી ગયા હતા. જ્યાં આગ બુજાવતા દરમિયાન ધ્યાને આવ્યુ કે આગ ટાવરની કંટ્રોલ પેટી સુધી પહોંચી ગઇ હતી. આથી પીજીવીસીએલ ટીમને જાણ કરી વીજપાવર બંધ કરાયો હતો.

ત્યારબાદ ટાવરની પેટી તોડી તેમાં સતતપાણીનો મારો ચલાવી અડધો પોણો કલાકના ગાળામાં આગપર કાબુ મેળવી લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટાવરમાં રહેલા ડિઝલના જથ્થા સુધી જો આગ પહોંચી હોત તો મોટી દુર્ધટના થાય તેમહતી પરંતુ ફાયર ટીમની સમયસુચકતા ને લઇ દુર્ધટના ટળી અને કોઇ જાનહાની થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...