ધ બર્નીંગ ટ્રક:સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર દાણા ભરેલા ટ્રકમાં આગ લાગતા ભાગદોડ મચી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર દાણા ભરેલા ટ્રકમાં આગ લાગતા ભાગદોડ મચી
  • વહેલી સવારે કોઇ કારણસર ટ્રકમાં આગ લાગી હતી
  • સુરેન્દ્રનગર પાલિકાના બે ફાયર ફાયટરની ટીમે અંદાજે ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઇવે પર દાણા ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. આજે વહેલી સવારે કોઇ કારણસર ટ્રકમાં આગ લાગી હતી આગની ઘટના બાદ દોડધામ મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર પાલિકાના બે ફાયર ફાયટરની ટીમે અંદાજે ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઇવે પર દાણા ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી સર્જાવાની સાથે દોડધામ મચી જવા પામી હતી. આજે વહેલી સવારે કોઇ કારણસર ટ્રકમાં આગ લાગી હતી આગની ઘટનામાં ટ્રકના ડ્રાઇવર અને કલીનરનો સદભાગ્યે સમય સૂચકતાના કારણે આબાદ બચાવ થયો હતો.

આ ઘટનામાં ટ્રકમાં પ્લાસ્ટીકના દાણા ભરેલા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રક આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર પાલિકાના બે ફાયર ફાયટરની ટીમે અંદાજે ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.

ખારાઘોડા સ્ટેશન પાસેના ગોડાઉનમાં પણ વિકરાળ આગ લાગતા વ્યાપક નુકશાન

ખારાઘોડા સ્ટેશન ખાતે આવેલા મીઠાની એક કંપનીની ભાડે રાખેલી બે દુકાનના ગોડાઉનમાં મોડી રાત્રે વિકરાળ આગ ભભૂકી ઉઠતા આજુબાજુના લોકોએ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પાટડી નગરપાલિકાના ફાયર ફાઇટરને બોલાવવાની ફરજ પડી હતી. આ ગોડાઉનમાં બે દિવસ અગાઉ જ આખી રેકના બારદાન આવ્યા હોવાથી બારદાન સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઇ જતાં અંદાજે રૂ. 10 લાખથી વધુનું નુકશાન થયુ હોવાના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...