આગ:સુરેન્દ્રનગરના ખંપાળીયા ગામમાં રહેણાંક મકાનમાં આગ લાગી, રોકડ રકમ સહિત ઘરવખરી બળીને ખાક

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • પવનચક્કીના કરંટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે અવારનવાર અલગ-અલગ સ્થળ ઉપર શોર્ટ શર્કિટ તેમજ અન્ય કારણોસર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. તેને લઈને ચકચાર મચી છે.

આ અંગેની પ્રાથમિક વિગતો અનુસાર ખંપાળિયા ગામે મોડી રાત્રે મકાનમાં આગ લાગી છે. તેને લઈને મકાનની તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં પવનચક્કીના કરંટથી આગ લાગી હોવાનું ખુલ્યું છે.

આગની ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક તેમણે ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી હતી. ત્યારે સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે. આગના કારણે ઘરમાં પડેલી તમામ ઘર વખરી સોના, ચાંદી, રોકડ રૂપિયા સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. જેથી મકાન માલિકને મોટું નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...