આગ:મોરબી-હળવદ હાઇવે પર જીનીંગ મિલમાં આગ લાગતા અફરા તફરી મચી, મિલમાં વ્યાપક નુકશાન

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબી-હળવદ હાઇવે પર જીનીંગ મિલમાં આગ લાગતા અફડા તફડી - Divya Bhaskar
મોરબી-હળવદ હાઇવે પર જીનીંગ મિલમાં આગ લાગતા અફડા તફડી
  • સવારે 7 વાગ્યે લાગેલી આગ બપોરે 12 વાગ્યે કાબુમાં આવી
  • આગની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યાં

મોરબી-હળવદ હાઇવે ઉપર રાતભે ગામ નજીક આવેલી કોટન જીનિંગ મિલમાં આગ લાગી હતી. જેથી અફરા તફરી મચી હતી. મિલમાં આગ લાગતા વ્યાપક નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. મોરબી ફાયર બ્રિગેડની ટીમે 5 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ આગના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-હળવદ રોડ ઉપર રાતભે ગામ નજીક આવેલી સહજાનંદ કોટસ્પિન મિલમાં આજે સવારના સમયે આગ લાગી હતી. જેથી મોરબી ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવા માટે દોડી ગઈ હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા. સવારે અંદાજે 7 વાગ્યે લાગેલી આગ બપોરે 12 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ દરમિયાન સહજાનંદ કોટસ્પિનના હિતેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. તેમજ મિલમાં રૂની ગાસડીઓમાં નુકશાન પહોંચ્યું છે. આ આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો. સદભાગ્યે સમયસૂચકતાના લીધે કોઇ જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...