સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોમાં આગ લાગવાની ઘટના અવારનવાર બની રહી છે. અને આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગતી હોવાની અનેકવાર આવા પ્રકારની રજૂઆતો પણ ધ્યાન ઉપર આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પાસે વણકી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં અચાનક જ વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. ત્યારે તાત્કાલિક અસરોને જાણકારી આપવામાં આવતા ફાયર ફાઇટરોની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને પાણીનો માળો ચલાવતા આગને કાબુ કરી રહ્યા છે.
ત્યારે આગ લાગવાની ઘટનામા કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી નથી. પરંતુ લાખો રૂપિયાનુ નુકસાન થવાનો અંદાજ હાલમા કારખાનાના માલિક દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં આગ ઓલવવાની કામગીરી ફાયર ફાઈટર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ આગની ઘટના ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ વણકી ગામના પાટીયા નજીક આવેલા કારખાનામાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.