આગ:મોરબીના રાતાવિરડા ગામ નજીક ટેકઝા સિરામીક ફેકટરીમાં આગ લાગી, યુનિટમાં મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના રાતાવિરડા ગામ નજીક ટેકઝા સિરામીક ફેકટરીમાં આગ - Divya Bhaskar
મોરબીના રાતાવિરડા ગામ નજીક ટેકઝા સિરામીક ફેકટરીમાં આગ
  • આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
  • ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

મોરબીના સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલી ટેકઝા સિરામીક ફેકટરીમાં સોમવારે બપોરના સુમારે આગ લાગી હતી. જેથી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

મોરબી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યાં મુજબ બપોરના સુમારે સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ પાસે આવેલા ટેકઝા સિરામીક એલએલપી નામના કારખાનામાં આગ લાગી હોવાનો કોલ આવતા એક ફાયર ફાયટર સાથે ફાયરમેનની ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ મોરબી ટેકઝા સિરામીક એલએલપી કારખાનામાં વિકરાળ આગ લાગી છે. આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. ફેક્ટરીના પતરા ઉપરથી આગ દેખાઈ રહી હોય સિરામીક યુનિટમાં મોટા પ્રમાણમાં નુકસાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે. આગની આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...