તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જુલાઇ માસમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ રૂપિયા 17.24 લાખનો દંડ વસૂલ કરાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. - Divya Bhaskar
શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
  • સુરેન્દ્રનગરના 390 લોકોએ માસ્ક ન પહેરતાં 3.90 લાખ ચૂકવવા પડ્યાં

સુરેન્દ્રનગર શહેર સહિતના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમનું લોકો પાલન ન કરતા નથી. ત્યારે જુલાઈ-2021ના માસમાં જુદા જુદા નિયમોના ભંગ બદલ 3649 લોકોને કુલ રૂ. 17.24 લાખનો દંડ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ખૂલ્લેઆમ ભંગ થતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. લાઇસન્સ, કાગળો વગરના વાહનો પણ લોકો બેફામ દોડાવી રહ્યાં છે.

જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ટ્રાફિક પીએસઆઈ સી.એ.એરવાડીયા સહિતની ટીમે બસ સ્ટેન્ડ, ગેબનશાપીર સર્કલ, લીંબડી રોડ, શિયાણીપોળ, ધોળીપોળ, કોલેજ રોડ, હેન્ડલૂમ, પતરવાળી, ટાવર, જવાહરચોક સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં જુલાઈ-2021ના માસમાં 3129 લોકોને રૂ. 9,14,400નો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 103 વાહનો ડિટેઇન કરીને આરટીઓ દ્વારા પણ 4,06,800નો દંડ વસૂલાયો હતો. જ્યારે ટ્રાફિક અડચણરૂપ, લારી-ગલ્લા સહિતના નિયમનો ભંગ કરતા 100 લોકોને 10,000નો દંડ કરાયો હતો.

બીજી તરફ હાલ કોરોનામાં રાહત છે તેમ છતા લોકો બેદરકારી દાખવીને માસ્ક વગર ફરી રહ્યા છે. ત્યારે જુલાઈ માસમાં માસ્ક ન પહેરેલા 390 લોકો પોલીસની ઝપટમાં આવી જતા રૂ. 3,90,000 ભરવા પડ્યા હતા. જ્યારે તમાકુનું વ્યસન ધરાવતા 30 લોકોને નિયમ ભંગ બદલ રૂ. 3,000 દંડ ભરવો પડ્યો હતો. આમ જુલાઇ માસમાં કુલ 3649 લોકો પાસેથી જુદા જુદા ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ રૂ. 17,24,200નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત ગફલતભરી રીતે વાહન ચલાવવાના -2, કેફી પીણુ પીને વાહનચલાવતા -1 , કોવિડ-19 જાહેર નામાના ભંગના 27 તેમજ ટ્રાફિક અડચણરૂપના 25 કેસો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...